Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મોરબીના રફાળેશ્વરમાં મીલમાં લોડરની ઠોકર લાગતાં ૧૮ વર્ષના યુવાનનું મોત

રાજકોટ તા. ૬: મોરબીના રફાળેશ્વરમાં આનંદ પેપર મીલમાં એક આકસ્મિક બનાવમાં યુવાનનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ રફાળેશ્વરની આનંદ પેપર મીલમાં રહેતો અને કામ કરતો રાજેન્દ્રસિંગ ધીરપસિંગ ગોયલ (ઉ.૧૮) રાત્રે મીલમાં હતો ત્યારે સામાન હેરફેર માટેની લોડર લઇને એક કર્મચારી નીકળતાં તેની ઠોકરે ચડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ કાગળો કરી મોરબી પોલીસને જાણ કરી હતી.

(10:31 am IST)