Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મોરબીમાં મોબાઇલ ન આપતાં ઇમ્તિયાઝ જૂણેજા પર અજીતે કુહાડાના ઘા કર્યા

મહેન્દ્રપરાના યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૬: મોરબીના મહેન્દ્રપરામાં રહેતાં મુસ્લિમ યુવાનને મોડી રાત્રે આ વિસ્તારના જ મુસ્લિમ શખ્સે મોબાઇલ ફોન મામલે ડખ્ખો કરી કુહાડાના ઘા ઝીંકી દેતાં માથા-પગમાં ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મહેન્દ્રપરા-૧૪માં રહેતો ઇમ્તિયાઝ જૂસબભાઇ જૂણેજા (ઉ.૨૨) રાત્રે દોઢેક વાગ્યે ઘરે હતો ત્યારે પડોશમાં રહેતો અજીત ઇસ્માઇલભાઇ જૂણેજા આવ્યો હતો અને મોબાઇલ ફોન વાત કરવા માટે માંગ્યો હતો. પરંતુ ઇમ્તિયાઝે ના પાડતાં તે ઉશ્કેરાયો હતો અને કુહાડાથી હુમલો કરી ભાગી ગયો હતો. ઇમ્તિયાઝના સગા જાવીદભાઇના કહેવા મુજબ અજીતે અગાઉ અમુક લોકો પાસેથી મોબાઇલ ફોન વાત કરવા લઇ ગયા બાદ પાછા આપ્યા નહોતાં. આ કારણે તેને ફોન ન આપતાં ઉશ્કેરાયો હતો. ઘાયલ થયેલો ઇમ્તિયાઝ સીએનજી રિક્ષાનું ડ્રાઇવીંગ કરે છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ મોરબી જાણ કરી હતી.

(10:31 am IST)