Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મોરબીના ગોર ખીજડીયામાં મહિલાની પજવણી કરનારને ગ્રામજનોએ ઝડપી લઈ થાંભલે બાંધ્યો ;પોલીસને સોંપ્યો

લથડીયા ખાતા શખ્શના બેગમાંથી મળ્યો દેશી દારૂનો જથ્થો

મોરબીના ગોર ખીજડીયા ગામે ગ્રામજનોએ મહિલાની પજવણી કરતા એક ઈસમને ઝડપી લીધો હતો અને થાંભલા સાથે બાંધીને પોલીસને જાણ કરી હતી અને તાલુકા પોલીસની ટીમને સોપવામાં આવ્યો હતો

  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગોર ખીજડીયા ગામમાં આજે સવારે એક શખ્શ ઘૂમતો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ઇસમ મહિલાઓની પજવણી કરતો હોય જેથી ગ્રામજનોએ ઈસમને ઝડપી લીધો હતો અને થાંભલા સાથે બાંધી દીધો હતો તેમજ આ શખ્શ પાસે રહેલા થેલાની તલાશી લેતા દેશી દારૂના અસંખ્ય બુંગીયા મળી આવ્યા હતા જેને પગલે ગ્રામજનોએ તુરંત તાલુકા પોલીસને આ અંગે જાણ કરી હતી અને આ શખ્શને તાલુકા પોલીસને સોપવામાં આવ્યો હતો જે અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ઝડપાયેલા શખ્શ પાસેથી ૧૫ લીટર દારૂ મળ્યો છે અને પોલીસ ધોરણસરની કાર્યવાહી હાથ ધરશે

(10:29 am IST)