Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

હળવદના માંથક ગામે દેશી દારૂનો મસમોટો જથ્થો એલસીબી ટીમે ઝડપ્યો:કાર-દેશી દારૂ સહીત ૪.૧૬ લાખની મત્તા કબજે

 

હળવદના માથક ગામે એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો કરીને ઘરમાં રહેલી કારમાંથી દેશી દારૂનો જથ્થો જપ્ત કરી ૪ લાખથી વધુનો મુદામાલ કબજે લીધો છે

 રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહ તેમજ જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમના રવિરાજસિંહ ઝાલા અને સહદેવસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે આરોપી પીન્ટુ અશોક બોરણીયા કોળી (રહે માથક )ના રહેણાંક મકાનમાં દરોડો કરતા મકાનમાં રહેલ ગાડી મહિન્દ્રા ટીયુવીમથી દેશી દારૂ લીટર ૭૦૦ કીમત રૂ ૧૪૦૦૦ મળી આવતા એલસીબી ટીમે દેશી દારૂ તેમજ એક મોબાઈલ અને મહિન્દ્રા ગાડી કીમત રૂ ૪ લાખ સહીત કુલ ૪.૧૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી જયશ્રીબેન ભુપતભાઈ પાટડીયા કોળી રહે વીરપર તા. વાંકાનેર વાળાના કહેવાથી દેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાત આપતા બંને વિરુદ્ધ પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે    

(9:27 pm IST)