Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સલાયાના ત્રણ વાઘેરને ૩૬ ચોરાઉ બેટરી સાથે ઝડપી લીધા

ખંભાળિયા, તા. ૬ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીની સૂચના મુજબ ખંભાળીયા, મીઠાપુર વિસ્તારમાં હાઈવે રોડ પર પાર્ક કરેલ વાહનોમાં રહેલ બેટરી ચોરીના બનાવો બનેલ. જે ચોરી કરવાની ગેંગ સક્રિય થયેલ જે ગેંગને પકડી પાડવા એલસીબીના પોલીસ ઈન્સ. એલ.ડી. ઓડેદરાને સૂચના કરતા એલસીબીના પો.સ.ઈ. એ.એસ. કડછા અને સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સતત પેટ્રોલીંગ કરેલ.

દરમિયાન ખાનગી હકીકત મળેલ કે, ખંભાળીયા પો. સ્ટે. ફ.ગુ.ર.નં. ૫૫/૧૮ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ બેટરીઓ સલાયાથી મેકસીમો મીનીવાન રજી નં. જીજે ૧૨ એ.વી. ૪૫૧મા ભરી ત્રણ ઈસમો સલાયાથી ખંભાળીયા તરફ આવવા નિકળેલ છે. તેવી હકીકત મળતા વોચ કરી રીલાયન્સ સર્કલ પાસેથી ઉપરોકત વાહન સાથે ત્રણ ઈસમો (૧) આબીદ ઉર્ફે આબલો ઈકબાલ સીદીક બારીયા વાઘેર (ઉ.વ. ૨૩) (૨) બસીરભાઈ અલીભાઈ ઘાવડા વાઘેર (ઉ.વ.૩૨) અને (૩) હુસેનભાઈ એલીયાસભાઈ ભાયા વાઘેર (ઉ.વ. ૩૫) રહે. સલાયાને અલગ અલગ બેટરીઓ નંગ કુલ ૩૬ સાથે મળી આવતા આ બેટરીઓના બીલ કે આધાર ન હોય ત્રણેય ઈસમોની પુછપરછ કરતા (૧) ખંભાળીયા પાયલ હોટલ પાસેથી પાર્ક કરેલ ટ્રકમાંથી ચોરી કરેલ બેટરીઓ નંગ ૧૧ કિં. રૂ. ૩૪૦૦૦નો મુદામાલ ખંભાળીયા પો.સ્ટે. ફ.ગુ.ર. નં. ૫૫/૧૮ ઈ.પી.કો. ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીનો કબ્જે કરેલ. (૨) મીઠાપુર પો. સ્ટે. ફ.ગુ.ર. નં. ૨૦/૧૮ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીની બેટરીઓ નંગ ૨ કિં. રૂ. ૪૦૦૦ કબ્જે કરેલ તેમજ (૩) મીઠાપુર ટાટા કંપની સામે પડી રહેલ ટ્રકમાંથી બેટરીઓ નંગ-૫ કિં. રૂ. ૧૦,૦૦૦ (૪) સીક્કા પાટીયા પાસે પડી રહેલ ટ્રકમાંથી બેટરીઓ નંગ ૩, કિં. રૂ. ૬૦૦૦ (૫) જામનગર શહેરમાં સમર્પણ પાસે પડી રહેલ ટ્રકમાંથી બેટરીઓ નંગ ૪ કિં. રૂ. ૮૦૦૦નો ચોરી કરેલની કેફીયત તેમજ (૬) અન્ય બેટરીઓ નંગ ૧૧ કિં. રૂ. ૨૫૦૦૦ની સલાયાના (૧) અસગર રાજુ સંઘાર અને (૨) હનીફ નુરમામદ ભગાડએ બન્નેઓ આ મેકસીમો ગાડીમાં ચડાવી વેચવા માટે આપેલ આ તમામ મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ અને મેકસીમો વાહન નં. જીજે ૧૨ એ.વી. ૪૫૧નો ઉપયોગ ચોરીનો મુદામાલ હેરફેર કરવા ઉપયોગ કરેલ તેની કિં. રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૮૭,૦૦૦ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ખંભાળીયા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

આ કાર્યવાહીમાં એલ.સી.બી.ના પી.આઈ. એલ.ડી. ઓડેદરા, પીએસઆઈ એ.એસ. કડછા, એએસઆઈ ભરતસિંહ જાડેજા, હબીબભાઈ મલેક, અરવિંદભાઈ નકુમ, એચ.સી. મસરીભાઈ આહીર, અરજણભાઈ મારૂ, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા, અશોકભાઈ સવાણી, પી.સી. કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, ડ્રા. એચ.સી. નરસીભાઈ સોનગરા અને ધર્મેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(૨-૧૧)

(12:39 pm IST)