Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

દેવભુમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ - ઉપપ્રમુખની ૨૧મીએ ચુંટણી

ખંભાળિયા તા.૬: દેવભૂમિ દ્વારકા  જિલ્લા પંચાયત નવી શરૂ થઇ ત્યારે પ્રથમ વખત ચુંટણી થઇ હતી. જેમાં જામનગરના જિ.પં.ના સદસ્યોની ચુંટણી હતી તે પછી બીજી વખત ચુંટણી થઇ ત્યારે ૨૨ બેઠકોમાંથી ૧૧ બેઠકો પર કોંગ્રેસ જીતી હતી. નવ બેઠકો પર ભાજપ તથા ૨ બેઠકો પર અપક્ષ જીત્યા હતા.

આ પછી અપક્ષોએ ભાજપને ટેકો આપતા સંખ્યા બળ ભાજપનું પણ ૧૧ થતાં બન્ને વચ્ચે થઇ પડી હતી. અને છેવટે જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે ચિઠ્ઠી નાખવામાં આવી હતી. જેમાં પ્રમુખમાં મીતલબેન ગોટીયા કોંગ્રેસ જીત્યા હતા. અને ઉપપ્રમુખમાં ગીતાબા બહાદુરસિંહ વાજેટ ભાજપના ચિઠ્ઠીમાં વિજેતા થયા હતા.

સરખે સરખા સારયોવાળી આ જ્લ્લિા પંચાયત દ્વારા અહી વય કાઢી નાખવામાં આવતા તથા હવે નવી અઢી વર્ષની મુદ્દત માટેની ચુંટણી યોજાનાર છે.

તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં કલ્યાણપુર તાલુકા ના એક કોંગ્રેસ સભ્ય ભાજપમાં જોડાયા હતા. આ બધા પરિણામો જોતા ૨૧/૬/૧૮ના ચુંટણી થાય તે પહેલા ભાજપ દ્વારા જિ.પં. કોંગ્રેસ છે તેમાં પેલ નાખીને ભાજપની જિ.પં. કરવા માટે પ્રયત્નો શરૂ કરાયા હોવા નું પણ કહેવાય છે.

ખંભાળિયાના ધારાસભ્યો વિક્રમભાઇ માડમ જેઓ કોંગ્રેસના છે તેઓ પણ લડત આપીને જિ.પં. કોંગ્રેસની  જળવાઇ રહે તે માટે પ્રયત્નો કરે છે ત્યારે ૨૧/૬ સુધીમાં કંઇક નવીન થાય તો નવાઇ નહી અગાઉ પણ દેવભુમિ જિ.પં. કબજે કરવા અનેક ખેલો પણ થયા હતા. હવે વધુ રાજકિય દાવપેચ થાય તો નવાઇ નહી. (૧૭.૬)

(12:38 pm IST)