Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ જવાનો માટે પરેડ

 વઢવાણ : તાજેતરમાં ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા દરેક જિલ્લામાં પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનોની ફિટનેસ જાળવણી માટે તથા તમામ સ્ટાફ સ્વસ્થ રહે અને અનુશાસન વધે તેવા હેતુથી તમામ પોલીસ અધિકારીઓ તથા જવાનોને ફરજીયાત પરેડ કરાવવા માટે સુચનાઓ કરવામાં આવેલ હોઇ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા પણ મહિનાના દર સોમવારે જિલ્લાના વિભાગીય પોલીસ મથક સુરેન્દ્રનગર લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે પીટી પરેડ તથા દર શુક્રવારે સુરેન્દ્રનગર ખાતે સેરીમોનિયલ પરેડનું ફરજીયાત આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે દર સોમવારે જિલ્લાના વિભાગીય પોલીસ મથક સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે પીટી પરેડ યોજવામંાં આવે છે. જેમાં દરેક વિભાગના મહત્તમ પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવે છે... લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પણ ડિવિઝનના મુખ્ય મથક લીંબડી ખાતે લીંબડી, ચુડા, પાણશીણા, સાયલા, ચોટીલા, બામણબોર અને થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ અને જવાનોની પીટી પરેડ દર સોમવારે યોજવામાં આવે છે. આ પરેડ દરમિયાન રનિંગ, માર્ચિગ, કસરત દ્વારા પોલીસ સ્ટાફના જવાનોને પરેડ કરાવવામાં આવે છે. પોલીસ ઇન્સ. શકિતસિંહ રાણા દ્વારા પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનોને નાની નાની ઉપયોગી કસરતો કરાવવામાં આવી ઉપરાંત બામણબોર પીએસઆઇ આર.આર. બંસલ દ્વારા કપાલભૂતિ, ભસ્તિકા, અનુલોમ વિલોમ, વિગેરે યોગા ના પાઠ ભણાવી, દરરોજ માત્ર ૩૦ મીનિટ થી ૪૫ મીનિટ શરીર માટે ફાળવવાની હિમાયત કરી હતી. દરરોજ માત્ર મામુલી સમય ફાળવવામાં આવે તો, તેની અસર જવાનોના તન અને મન ઉપર પડે છે. અને જવાનો પોતાનો આખો દિવસ તરો તાઝા થઇને સારી રીતે પોતાની ફરજ બજાવી શકે છે.આ કામગીરી ચોટીલા પી.આઇ.પી.ડી. પરમાર, થાનગઢ પીઆઇ દિપક ઢોલ, ચુડા પી.એસ.આઇ મયુરસિંહ જાડેજા, સાયલા પી.એસ.આઇ. બી.એસ. સોલંકી સહિતે કરી હતી. (તસ્વીર- અહેવાલઃ ફઝલ ચોૈહાણ, વઢવાણ) (૧.૧૭)

(12:38 pm IST)