Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કોઇ નેતા આવે ત્યારે જ રોડ, સફાઇના કામો કેમ?... સુરેન્દ્રનગરવાસીઓમાં ભભુકતો રોષ

એકાદવાર ઓચિંતી મુલાકાત લો તો પાલિકાની નિષ્ક્રિયતા આવશે સામેઃ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

વઢવાણ તા.૬: સુરેન્દ્રનગરમાં રસ્તા, પાણી, સફાઇ જેવી વિવિધ સમસ્યાથી લોકો ત્રસ્ત છે ત્યારે ઘણા જાગૃત નાગરિકોમાં અણિયારો સવાલ સંભળાવા લાગ્યો છે કે, કોઇ નેતા મુલાકાતે આવવાના હોય ત્યારે જ કેમ ફટાફટ રોડ, સફાઇના કામો થવા લાગે છે... પણ સામાન્ય દિવસોમાં કેમ નહિ?

આ અંગે માનનિય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરી જણાવ્યું છે કે સુરેન્દ્રનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી રસ્તા, પાણી, તેમજ સફાઇ જેવી અનેક સમસ્યાથી પ્રજા ઘેરાયેલી છે... શહેરની મુલાકાતે કોઇ મોટા નેતા આવવાના હોય ત્યારે રાતો-રાત રસ્તા તેમજ સફાઇનું કામકાજ સારૂ દેખાડવા માટે નગરપાલિકા તેમજ અન્ય ખાતાઓ દ્વારા તાત્કાલીક ધોરણે કામ થતા હોય છે.

હાલમાં ચોમાસું નજીક હોવાથી અગાઉ જાણ કર્યા વગર સુરેન્દ્રનગરની અચાનક મુલાકાત લેવાય તો નગરપાલિકા તેમજ અન્ય ખાતાઓના કામ કાજમાં કેવી પોલંમપોલ ચાલે છે? તે સ્પષ્ટ પણે દેખાઇ આવશે.

વધુમાં ઉમેયુંર્ છે કે, શહરે સ્વસ્થ અને સારુ રહે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી ભુર્ગભ ગટર યોજના, પાણીની પાઇપલાઇનની યોજના તેમજ રોડ-રસ્તાની યોજના ચાલે છે. પણ હલકી ગુણવતા ની પાઇપો, ગટરના ઢાંકણા તેમજ ડામર રોડ અને આરસીસી રોડ માં પણ ગેરરીતિ થઇ રહી છે, તો સત્વરે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવું સોૈ શહેરજનો ઇચ્છી રહયા છે. (૧.૧૫)

(12:36 pm IST)