Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સાયલાનાં સુદામડામાંથી કારમાંથી દારૂ ઝડપાયોઃ ડ્રાઇવર ફરાર

વઢવાણ, તા.૬: સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેદ્યાર્ણીંની સુચનાથી લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. એ.એ.જાડેજાને બાતમી મળેલ કે, સાયલા તાલુકાના સુદામડા ગામ માથી એક સીલ્વર કલરની ગેટ્સ કાર નં.જી.જે.૧૫ પી.પી.૧૯૧૩ વાળી ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી નીકળનાર છે. સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ.એ.એ.જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ. વિનુભાઈ, પો.કો.અમરકુમાર, યોગેશકુમાર, વિજયસિંહ.ડી, રવિરાજસિંહ.જી, હરદેવસિંહ.બી સહિતની ટીમ દ્વારા ઉપરોકત સુદામડા ગામની નીર્મળ નગર શેરીના નાકે વોચમા હતા દરમ્યાન ઉપરોકત નંબરઙ્ગ વાળી કાર નીકળતા કાર ચાલક પોલીશને જોઈ જતા કાર મુકી નાશી ગયેલ જે કાર નજીક જઈ કારની તલાશી લેતા કાર માથી વિદેશી દારૂની બોટલો નંગ ૨૨૮ કી.રુ.૯૧,૨૦૦/- તથા કાર કી.રુ.૨,૦૦,૦૦૦/- કુલ કિંમત રૂ. ૨,૯૧,૨૦૦/- ના મુદ્દામાર્લં પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની વોચ દરમિયાન આરોપી/ કાર ચાલક હાજર મળી આવેલ ન હોઈ, નાસી ગયેલ હોય છે.

સાયલા પોલીસ દ્વારા આ નાશી ગયેલ આરોપીને પકડી આ વિદેશી દારૂ કયાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ.ઇન્સ. એ.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા નાસી ગયેલ આરોપી/કાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. (૨૩.૧૦)

(12:36 pm IST)