Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ગીરનાર રોપ-વેના પોલ ઉભા કરવા માટેના કામના શ્રીગણેશઃ સેન્ટર પોઇન્ટ માટે ખોદકામ

જૂનાગઢ તા.૬: જૂનાગઢ ખાતેના ગીરનાર રોપ-વે માટે પોલ ઉભા કરવા સહિતની કામગીરીના શ્રીગણેશ થયા છે અને ટુંક સમયમાં મુખ્ય રોપ-વેનું કામ આગળ ધપાવવામાં આવશે.

માત્ર જૂનાગઢ જ નહી સમગ્ર ગુજરાતના મહત્વકાંક્ષી ગીરનાર રોપ-વેના કામનો પ્રારંભ પુનમના પાવન દિવસે શરૂ કરાયેલ છે. ગીરનાર પર્વતપર રોપ-વે માટેની સાધન સામગ્રી સહિત મટીરીયલ પર્વત ઉપર પહોંચાડવા માટે હંગામી રોપ-વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલ પ્રોજેકના સ્થળ પર લેઆઉટ ઉપરાંત માર્કીગ અને પોલ ઉભા કરવા માટે ખાડા કરવા ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. હંગામી રોપ-વે તૈયાર થયા બાદ મટીરીયલ લાવી ગીરનાર પર્વત પર લઇ જવામાં આવશે. આમ ગીરનાર રોપ-વેની કામગીરી શરૂ થતા ગીરનાર તિર્થ ક્ષેત્રના યાત્રીકો સહિતના લોકોમાં ખુશી વ્યાપી ગઇ  છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૯ નવેમ્બર એટલે કે,જૂનાગઢના આઝાદી દીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગીરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પીત કરી શુભારંભ કરવાનું સ્વપ્ન સેવ્યુ છે.(૪.૧૦)

(12:33 pm IST)