Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ચોટીલા પાસે વાહન હડફેટે પિતરાઇ ભાઇઓના મોત

રાજકોટના બારવણ ગામથી ચોટીલા બાઇકમાં જતા'તા ત્યારે વાહને હડફેટે લીધા

વઢવાણ, તા. ૬ : ચોટીલા હાઇવે ઉપર અજાણ્યા વાહનના ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા આ અકસ્માતની ઘટનામાં પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી છે.

રાજકોટ જિલ્લાના બારવણ ગામ ખાતે રહેતા વિપુલભાઇ જાદવભાઇ સોરાણી ઉ.વ.૩૪ અને સંજય ભીખાલાલ સોરાણી ઉ.વ.૩૦ બન્ને પિતરાઇ ભાઇઓ પોતાનું મોટર સાયકલ નં.જીજે૩-એચજે-૦૬૭પ લઇને રાજકોટથી ચોટીલા ખાતે આવતા હતાં.

ત્યારે ચોટીલાથી આગળ ૧૦ કી.મી.ના અંતરે મોટી મોલડી ગામના પાટીયે કોઇ અજાણ્યા વાહનના ચાલકે મોટર સાયકલને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માત સર્જાતા ઉપરોકત બન્ને પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજતા આ અકસ્માત અંગેના ફરીયાદ મૃતકના ભાઇ દિલીપભાઇ ભીખાભાઇ સોરાણીએ પોલીસ મથકમાં નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ અકસ્માત સર્જાતા એકજ પરિવારના બે કંધોતરા યુવાન મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાઇ ગયો છે. (૮.૧૧)

(12:32 pm IST)