Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જામનગરમાં મિત્રના ઘરે પંખામાં વિજ શોક લાગતા મહેબુબ સમેજાનુ મોત

જામનગર તા. ૬ : અહીં ધરારનગરમાં રહેતા સુલતાનભાઈ ઓસમાણભાઈ સમેજા, ઉ.વ.૩૧, એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મહેબુબભાઈ સલીમભાઈ સમેજા, ઉ.વ.૩૦, રે. ધરારનગર જામનગરવાળા તેના મિત્ર અકુલ કાસમના ઘરે ગયેલ હોય અને ત્યા લોખંડના પાઈપ વાળો પંખો હોય જે પંખો પકડેલ ત્યારે કરંટ લાગતા જી.જી.હોસ્પિટલમાં સારવાર માં લાવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ છે.

 

ઇંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો : એક ફરાર

અહીં સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, અંધાશ્રમ આવાસ ચોક પાસે જીતેન્દ્રસીંગ ઉર્ફે મીલન ભગવાનસીંગ ચૌહાણ રે. જામનગરવાળો પોતાના કબ્જા ભોગવટાની મોટરસાયકલ નં. જી.જે.૧૦–સી.આર–૦૦૩૭ કિંમત રૂ.ર૦,૦૦૦ માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ–૧, કિંમત રૂ.૭૦૦૦ મળી કુલ રૂ.ર૮૦૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ જતા તેમજ આ કામનો આરોપી ફરારી બિપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછળીયા રે. જામનગરવાળો ઈંગ્લીશ દારૂ પુરો પાડી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. અજયસિંહ રણજીતસિંહ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, સાધના કોલોની બ્લોક નં. આઈ–૯૧ પાસે જેઠાલાલ દેવજીભાઈ પોપટ, નરેશભાઈ કિશોરભાઈ પોપટ, મોહનલાલ હોતુમલ તન્ના, કાંતીલાલ દેવજીભાઈ પોપટ, પરમાનંદ પ્રેમજીભાળ માઉ  રે. જામનગરવાળા ઓ જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૮૭૮૦ તથા ઘોડીપાસાના પાસા નંગ–ર ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઇન્દીરા માર્ગ પાસેથી એકટીવા ચોરાયુ

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મીતેષ નટવરલાલ પાબારી એ ફરીયાદ નોંધાવી છે કે ઈન્દીરા માર્ગ લાલવાણી પાનની દુકાન બહાર રોડ ઉપર આ કામના ફરીયાદી મીતેષ ભાઈના કબ્જાનું એકટીવા મોટરસાયકલ જી.જે.૧૦ સીડી ૯૭૧પ કિંમત રૂ.૩૦,૦૦૦ની કોઈ અજાણ્યો માણસ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

કડીયાવાડ પાસેથી હીરો હોન્ડા મોટરસાયકલ ચોરાયું

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈ સુરેશભાઈ સોલંકી એ ફરીયાદ નોધાવી છે કે,  કડીયાવાડ પાસે ગીરીરાજ હોટલની સામે, જામનગરમાં ફરીયાદી શૈલેષભાઈ એ પોતાના કબ્જાની હિરોહોન્ડા સ્પેલેન્ડર મોટરસાયકલ નં. જી.જે.૧૦ સી.કે. ૧૯૩૭ ની કિંમત રૂ.ર૦,૦૦૦ નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.(૨૧.૧૮)

(12:32 pm IST)