Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ગ્રામીણ ડાક સેવકોની હડતાલ ૧૫માં દિવસે યથાવત

૧૨૯ દેશનું પ્રતિનિધિત્વ કરતુ આંતરરાષ્ટ્રીય વર્લ્ડ ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન અને ૧૬ લાખ કેન્દ્રીય કર્મચારી યુનિયન મહામંડળનો ટેકો

જેતલસર તા. ૬ : છેલ્લા ૧૫ - ૧૫ દિવસથી તેમની વ્યાજબી માંગણીને અનુસંધાને પોસ્ટ ખાતાના આશરે ૩ લાખ ડાક સેવકો (૧,૩૭,૦૦૦૦) પુરા દેશભરમાં બ્રાંચ પોસ્ટ ઓફીસો આવેલ છે. ડાક સેવકોના નવા પગાર સુધારણા - સવલતોની નિયમનો અમલ માટે વર્ષ ૨૦૧૫ કમલેશચંદ્ર ગ્રામીણ ડાક સેવક કમિટીની રચના સરકારશ્રી દ્વારા કરવામાં આવી. નવેમ્બર ૨૦૧૬માં એક જ વર્ષમાં આ કમીટીએ રીપોર્ટ સરકારશ્રીને સમયસર સોંપાઇ ગયેલ છે. પરંતુ ગ્રામીણ ડાક સેવક કમલેશચંદ્ર ડાક સેવક કમીટીનો રીપોર્ટ આજે ૧૮ મહીના વિતી જવા છતા આ કમીટીના રીપોર્ટ કોઇપણ બહાના હેઠળ અમલ કરેલ નથી.

વારંવાર રજૂઆત દેખાવો બાદ માંગણીઓ નહી સ્વીકારાતા ડાક સેવક તા.રર-પ-૧૫ થી અચોકકસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જતા ગ્રામીણ ડાક સેવાઓ ખોરંભે પડતા લાખોની સંખ્યામાં સ્પીડ સ્પોર્ટ રજીસ્ટર, વી.પી.પાર્સલો, પાસપોર્ટ તથા જરૂરી આર્ટીકલોના ડીલવરી થયા વગર જ ગંજ ખડકાયા છે.

યુનિયન તથા સરકારશ્રી સાથે હડતાલ બાબતે સાત વખત મીટીંગ થયેલ પરંતુ વાટાઘાટો નિષ્ફળ રહેલ. તા.૧-૬-૧૮ના રોજ સંચાર ભવન દિલ્લી ખાતે મીનીસ્ટર ઓફ કોમ્યુનીકેશન કચેરી સામે દેશભરમાંથી ગ્રામીણ ડાક સેવકો ઉમટી પડતા રોષ પ્રગટ કર્યો હતો. આંદોલન વધુ ઉગ્ર બનાવેલ. એક ગ્રામીણ ડાક સેવક આત્મહત્યા કરેલ  તેમજ એક કર્મચારી ભુખ હડતાલમાં મૃત્યુ પામેલ છે.

દેશ આઝાદ થયા પછી હાલ અત્યાર સુધી ગ્રામીણ ડાક સેવકની હાલત પરિસ્થિતિ ખૂબ જ દયાજનક છે. ગ્રામીય ડાક સેવક પોસ્ટ ખાતાની કરોડરજજુ સમાન ગણાય છે. દેશના ખુણે ખુણે સુધી પોતાની નિરંતર સેવાઓ બજાવે છે. આશરે ૫૪૦૦ થી ૧૦૦૦૦ સુધી પગાર મેળવતો સમયનું ભાન રાખ્યા વગર ૬ થી ૭ કલાક પોતાની સેવા બજાવે છે.

ગ્રામ્ય વિસ્તારમાં સરકાર તરફથી પોસ્ટ ઓફીસની કોઇ સવલત નથી. બ્રાન્ચ પોસ્ટ માસ્તર પોતાની જ જવાબદારીથી પોતાના સ્વખર્ચે પોસ્ટ ઓફીસ ચલાવે છે. તેમનું ભાડુ તથા ઓફીસ મેઇન્ટેનન્સ ખર્ચ રૂ.૧૦૦ ચુકવી તેમની મશ્કરી કરાય છે. વર્ષમાં બે વખત ડીસેમ્બર તેમજ માર્ચ માસમાં ઉપલા ઓફીસરો દ્વારા દબાણ કરી ટાર્ગેટો પુરા કરાવાય છે. જો કોઇપણ બીપીએમ આ કામગીરીમાં કસુર રાખે તેમને કાઢી મુકવાની ધમકી અપાય છે.પરંતુ કનેકટીવીટી ન મળવાથી અમુક વિસ્તારમાં મશીનનો ઉપયોગ કરી શકાતો નથી. આ બાબતે ઉચ્ચસ્તરે ઓફીસરો જાણતા હોય તેરી ભી ચુપ મેરી ભી ચુપ તેવી સ્થિતિ સર્જાય છે.

મોટી પોસ્ટ ઓફીસની જેમ જ બ્રાંચ પો.ઓ.માં તમામ પ્રકારની કામગીરી જેવી કે એસ.બી.આઇ રીકરીંગ ટાઇમ ડીપોઝીટ ઇ.એમ.ઓ. સુકન્યા, ગોલ્ડ બોન્ડ, રૂરલ પીએલઆઇ, પીએલઆઇ જીઇબી, ટેલીફોનબીલ જેવી કામગીરીઓ બ્રાંચ પો.ઓ. કરવામાં આવે છે. પરંતુ સવલત નથી. દેશભરમાં ડીપાર્ટમેન્ટના ટાર્ગેટ ગ્રામ્ય વિસ્તારમાં જ પુરા થાય છે. પરંતુ કયારેય ટાર્ગેટ પુરો ન થતા બ્રા.પો.માં પોતાનો એક માસનો પગાર રોકી ટાર્ગેટ પુરા કરે છે. બ્રા.પો.ઓ. સમય ૬ થી ૭ કલાકનો હોવાથી કર્મચારી બીજી કોઇપણ પ્રકારની કામગીરી કરી શકતો નથી.

મોંઘવારીમાં કર્મચારીની હાલ દિવસે દિવસે કંગાળ બનતી જાય છે. આવા કર્મચારીને નિવૃતિ સમયે ૧,૨૫,૦૦૦ - જેવી રકમ આપી રવાના કરવામાં આવે છે. પેન્શનનું કોઇ લાભ મળતો નથી.બીજી બાજુ બ્રા.પો.ઓ.માં ૧૫૦૦૦ જેટલી રકમ લેવડ દેવડ માટે માન્ય છે. જયારે બ્રા.પો.ઓ.માં વધારાના કેસ વ્યવહાર વખતે બ્રા.પો.ઓ.માં પોતાની જવાબદારીથી કેસની લેવડ દેવડ ઉપલી ઓફીસે કરવા જાય છે. તેમને કોઇપણ પ્રકારનું સરકાર તરફથી રક્ષણ મળતું નથી.

પોસ્ટમેન દરરોજ પાંચ થી ત્રીસ કીમી. સાઇકલ ઉપર ટપાલનું વિતરણ કરે છે. ટાઢ - તડકો વરસાદ વચ્ચે સમયનું સભાનતા રાખ્યા વગર પોતાની કામગીરી પુર્ણ કરે છે. સરકાર ૨૧મી સદીની વાતો કરે છે ત્યારે ગ્રામીણ ડાક કર્મચારી ૧૮મી સદીમાં જીવે છે.

નોટબંધી પછી સમયનું ભાન રાખ્યા વગર આખો દિવસ પોસ્ટ ઓફીસ ખુલી રાખી ૫૦૦% કામગીરી વધારેલ છે. (પગારમાં કોઇ તફાવત નથી) આવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલ ગ્રામીણ ડાક સેવક પોતાની હકકની માંગણી માટે છેલ્લા ૧૫ દિવસથી કપાત પગારે સરકારની સમયે યોગ્ય માંગણી માટે જઝુમી રહ્યો છે. તેમ ગોંડલ ડીવીઝનલ સેક્રેટરી પી.સી.વસોયા તથા પેટ્રોન એસ.કે.વૈશ્નવની યાદીમાં જણાવાયુ છે.

(11:46 am IST)