Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

નારણકા ગામના ચેકડેમમાં પાણીનો જથ્થો ઠલવાયો, છ ગામોને સિંચાઇનો લાભ

મોરબી, તા.૬: નારણકા ગામના ચેકડેમમાં જળ જથ્થો ઠાલવીને આસપાસના ગામોને સિંચાઈનો લાભ મળે તેવી સરકારમાં કરેલી રજૂઆતને પગલે મચ્છુ ૩ ડેમમાંથી પાણી ઠાલવવામાં આવ્યું છે અને છ ગામોને સિંચાઈની સુવિધાનો લાભ મળશે.

નારણકા ગામે આવેલા ચેકડેમમાં મચ્છુ ૩ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવાની ખેડૂતો દ્વારા રાજય સરકારને માંગ કરી હતી અને રાજય સરકારના આદેશને પગલે આજે જીલ્લા કલેકટર દ્વારા મચ્છુ ૩ ડેમમાંથી પાણી છોડવાની સુચના આપવામાં આવી હતી જેથી મચ્છુ ૩ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ૨૦ એમસીએફટી પાણી છોડી ચેકડેમ ભરવામાં અઆવ્યો છે જેથી નારણકા ઉપરાંત રવાપર (નદી), ગુંગણ, નવા સાદુળકા અને જુના સાદુલકા તેમજ માનસર ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે જેથી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે.

(11:44 am IST)