Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જામજોધપુરમાં કોંગ્રેસ દ્વારા ગેસનાં ખાલી બાટલા સાથે બળદ ગાડા રેલી

જામજોધપુર : જામજોધપુરમાં યુવક કોંગ્રેસ દ્વારા બળદ ગાડા રેલી  યોજાઇ હતી. જેમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસમાં ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શિત કરવા સાથે ખેડૂતોને ખેત પેદાશોના પોષણ ક્ષમ ભાવથી માંગણી સાથે યોજાયેલી આ બળદ ગાડા રેલીમાં મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ રેલીમાં જામજોધપુરના ધારાસભ્ય ચીરાગભાઇ કાલરીયા, જામજોધપુર યુવક કોંગ્રેસના મહારીભાઇ કંડોરીયલ, જિલ્લા યુવક કોંગ્રેસના દિગુભા જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, રમણીકભાઇ અભંગી હીરેનભાઇ ખાંટ વગેરે મીની બસ સ્ટેન્ડથી બાલ મંદિર રોડ, સ્ટેશન રોડ, પર બળદ ગાડામાં રાંધણ ગેસના ખાલી બાટલા સાથેરેલી યોજી હતી.  મીની બસ સ્ટેન્ડ ચોકથી મામલતદાર કચેરી સુધી બળદ ગાડામાં જઇ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં તેમજ ખેડૂતોને પોતાની ખેત પેદાશોના પોષણ ક્ષમ ભાવ આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : મહેશ મકવાણા-જામજોધપુર)

(11:43 am IST)