Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પોરબંદર કોસ્ટલ કેનાલના બાકી કામો પુરા કરાવવા અર્જુનભાઇ મોઢવાડિયાની માંગણી

મેઢાક્રિક ડેમથી અધૂરા કેનાલના કામ સ્થળની મુલાકાત લીધી

પોરબંદર, તા. ૬ : પોરબંદર જિલ્લામાં કોસ્ટલ કેનાલની મરામત બાકી કામો પૂરા કરાવવા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ માંગણી કરી છે. તેમણે જણાવેલ કે કેનાલના અધુરા કામોને લીધે ૩પ ગામોને સિંચાઇનો લાભ મળતો નથી.

અર્જુનભાઇએ મેઢાક્રિક ડેમથી પોરબંદર સુધીની કોસ્ટલ કેનાલના અધુરા કામો ભ્રષ્ટાચારને કારણે નિષ્ફળ નિવડેલ. કોંક્રીટ કામોની ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને મુલાકાત લીધી હતી. કોસ્ટલ કેનાલનું ૯૦ ટકા કામ વર્ષો પહેલા પૂર્ણ થઇ ગયેલ છે. કેનાલનું બેડ લેવલ એક સરખુ નથી થયેલ, કોંક્રીટની દિવાલો તૂટી ગયેલ છે અને અમુક જગ્યાએ ખોદાણ કામ બાકી રાખી દીધેલ હોય આ ૮૦ કીમી લાંબી કેનાલનું લેવલ એકસરખુ રાખીને દરિયામાં જતી વર્તુ, સોરઠી, કિંદરીક્રિક, મીણસાર, ભાદર, મધુવંતી, ઓઝત સહિતની નદીઓના પાણી આ નેકલમાં ઠાલવીને કાયમી ધોરણે કેનાલમાં ભરી રાખીને પાણીના તળ ઉંચા લાવવાની તથા દરિયાનું ખારૂ પાણી જમીનમાં રોકવાની યોજના નિષ્ફળ બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ ભાજપની સરકારના વહીવટને કારણે આ કોસ્ટલ કેનાલનો લાભ ખેડૂતોને મળતો ન હોવાની ફરીયાદ આ વિસ્તારના ખેડુતોએ અર્જુનભાઇ મોઢવાડીયાને કરી હતી.

અર્જુનભાઇએ જણાવ્યું હતું કે દરિયાને સમાંતર પોરબંદર જીલ્લાના મીંયાણી ગામથી શરૂ કરીને માધવપુરથી વેરાવળ તાલુકાના આદરી સુધી લગભગ ૧૮૦ કી.મી. કોસ્ટલ કેનાલ બનાવવાની યોજના એન્જીનીયર તરીકે અભ્યાસ કરીને ૧૯૯૪માં નકશાઓ સાથે રાજય સરકારને મોકલી હતી. આ યોજનાનો કોંગ્રેસના ટેકાવાળી રાજય સરકારે સ્વીકાર કર્યો હતો અને જે તે વખતના જળસંપતિ મંત્રી મોહનભાઇના હાથે ૧૯૯૭માં પોરબંદર તાલુકાના વિસાવાડા ગામે ખાતમુહુર્ત કરીને કામ શરૂ કરાવ્યું હતું છતાં આજ દિવસ સુધી આ કેનાલમાં ભ્રષ્ટાચારનેક ારણે મીસીંગ લીંક જેવા અધુરા કામો પૂર્ણ કરવાની તકલીફ લીધી નથી.

(11:42 am IST)