Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પોરબંદર ગોૈરવ એવોર્ડ વિતરણ સમારંભ

પોરબંદર : આપણુ પોરબંદર મેગેઝિન અને સિધ્ધિ વિનાયક ટ્રસ્ટના ઉપક્રમે તાજેતરમાં પોરબંદર કમલાબાગ પાસે રવિન્દ્ર રંગમંચ ખાતે ૧૨માં વર્ષે આપણું પોરબંદર ગોૈરવ એવોર્ડ વિતરણ સમારોહ સંપન્ન થયો હતો. ન્યુ દિલ્હીના વ્હીલચેર સેલીબ્રિટી શ્રી ગુલફામ અહમદ તથા જાણીતા કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડાની ઉપસ્થિતિમાં આ ગોૈરવ એવોર્ડ વિતરણ સમારોહના પ્રારંભે શ્રી ભરતભાઇ હરખાણી તથા ધ્યેય થાનકીના સંગીતના તાલે ઇન્ટરનેશનલ ઓરકેસ્ટ્રાના સુપ્રસિધ્ધ પોરબંદરના ગાયક શ્રી હેતલ થાનકી ની સરસ્વતી સ્તુતિના ગાનથી થયો હતો બાદ સિધ્ધિ વિનાયક ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશ પટેલે છેલ્લા બાર વર્ષ થી અપાતા આ એવોર્ડના વિકાસની રૂપરેખા જણાવીને સોૈને આવકાર્યા હતા આપણું પોરબંદર મેગેઝિનના તંત્રીશ્રી મનિષભાઇ ઉપાધ્યાય એ કાર્યક્રમની પૂર્વ ભુમિકા સમજાવી હતી. ન્યુ દિલ્હીના દિવ્યાંગ વ્હીલચેર સેલીબ્રિીટી ગુલફામ અહમે જણાવ્યું કે પોરબંદરમાં આવા રચનાત્મક કાર્યક્રમ થાય એ ગોૈરવરૂપ અવસર છે. કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડાએ જણાવ્યું કે પોરબંદરના શ્રી રામ-કૃષ્ણ મિશનના સચિવ શ્રી નિખિલેશ્વરાનંદજીએ રેલ્વેમાં કપાયેલા એક પગ વાળા સાહસિક મહિલા  શ્રી અરૂણિમા સિન્હાને બીજા કૃત્રિમ પગની વ્યવસ્થા કરી આપી અને જાણીતા ક્રિકેટર યુવરાજસિંઘ અને હરભજનસિંઘ તેમજ રતન તાતાના આર્થિક સહયોગ થી ૨૦,૦૦૦ ફુટની ઉંચાઇના વિશ્વના સર્વોચ્ય એવરેસ્ટ શિખર સરકરીને રેલ્વેના પાટાથી એવરેસ્ટ સુધીની રોમાંચક અદભુત શોર્ય દાખવીને વિશ્વાસનું એવરેસ્ટ અરૂણિમા સિન્હા બની છે. તે પોરબંદરની પ્રેરણા મળી હતી. આત્ વિશ્વાસ અને મક્કમ મનોબળ હોય તો ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરી શકાય છે. ડો. ભરતભાઇ ગઢવીએ બદીઓની બાદબાકી અને ગુણોનો ગુણાકાર આ સન્માન સમારોહમાં જોવા મળે છે સમાજ માટે નિષ્ઠાવાન લોકોનું સન્માન આવશ્યક છે. આપણુ ગોૈરવ પોરબંદર દ્વારા પ્રતિવર્ષ કલા સાહિત્ય, સંગીત, કલા, સંસ્કૃતિ, સેવા, પર્યાવર, મનોરંજન અને સંસ્થાઓ સહિતના જુદા-જુદા ક્ષેત્રોમાં કાર્ય કરતા પ્રતિભાશાળી અને ૨૦ વિશિષ્ટ વ્યકિતઓને આપણુ પોરબંદર ગોૈરવ એવોર્ડ જાણીતા તબીબી ડો. પાણખાણીયા, ડો. કંટારીયા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ સન્માન સમારોમાં ડો. ઇશ્વરભાઇ ભરડા(શિક્ષણ), ચાર્મી જોષી (ડાન્સ), અકબર સોરઠીયા(રેડક્રોસ), આસ્થા વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર (સંસ્થા) શાંતિબેન ભુતિયા (સપાર્સ્ટસ ટીયર્સ) કાજલ ટુકડીયા (બેસ્ટ વ્યકિત) તુલસી મકવાણા (સેવા અન્નક્ષેત્ર) ટ્રાફિક જવાનો મઢવી ગ્રુપ  (ટ્રાફિક સેવા) હરેશ મઢવી ગ્રુપ (સંસ્કૃતિ) રેખાબેન જગદિશભાઇ (દિવ્યાંગ બેસ્ટ કપલ) દીશી કેશવાલા (યુ.પી.એસ.સી. પરિક્ષા પાસ) કૃપા લોઢાયા (દિવ્યાંગ બાળક) ભરતભાઇ હરપાણી (વાદન) ભીમભાઇ કોટીયા (ચિત્રકાર) ભરતભાઇ રૂવાણી વર્ડ કન્ઝવેશન સોસાયટી (સંસ્થા), ભીમભાઇ ખુંટી (ચિત્રકાર) શ્રી અમીતભાઇ સાકરીયા (આર્યનમેન) શિવમ કલાસ કાશ્મીરાબેન (નૃત્ય) શીતલ હોટેલ (સંસ્થા) ગીતા જેઠવા નું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ડો.સી. જે. જોષી હરકાન્ત રાજપરા, નારણભાઇ બામણીયા, બોઝ (વિરાણી) પી.એસ.આઇ. શ્રી વ્યાસ, ભીખુભાઇ ચાવડા, દિપકભાઇ રૂઘાણી, નારણભાઇ બામણીયા, કોલેજના આચાર્યો, શિક્ષકો, કલાપ્રેમીઓ સહિત પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૂર્યોદય ફાઉન્ડેશનના ચેરમેનશ્રી સચિન મદલાણી તથા કલાકાર શ્રી હેતલ થાનકી એ સંભાળ્યું હતું જયારે આભાર દર્શન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનિષ ઉપાધ્યાયે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા રાજેશ પટેલ તથા મનિષ ઉપાધ્યાય તથા વાઇેસ ચેરમેન ડો. નિલકેશ પાણખાણીયા ના માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકર ભાઇ-બહેનોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલઃ પરેશ પારેખ, પોરબંદર)

(11:40 am IST)