Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઉપલેટાના નાગવદરની સીમમાં સેઢા પાડોશીએ ધમકી આપતા ઝેરી દવા પીધી

ઉપલેટા તા.૬: ઉપલેટા તાલુકાના નાગવદર ગામે રહેતા પ્રકાશભાઇ અરશીભાઇ ચંન્દ્રવાડીયાને પરેશભાઇ ગોવિંદભાઇ ખોડભાયાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદી પ્રકાશભાઇ ઝેરી દવા પીતા ઉપલેટા દવાખાને દાખલ કરેલ છે. આ અંગેનું કારણ ફરીયાદી પ્રકાશભાઇએ આરોપીના ખેતર પાસે જમીન ખરીદ કરેલ હોય તેથી આરોપી પરેશએ ધમકી આપેલ હોવાનું ફરીયાદમાં જણાવેલ છે. વધુ તપાસ ઉપલેટા પોલીસેહાથ ધરી છે.

દારૂ સાથે ધરપકડ

મેરવદરનો જીતેન્દ્ર ઉર્ફ જીતુ દેવજીમોરપરા નંબર વગરનું મોટર સાયકલ ઉપર નિકળતા ભાયાવદર પોલીસ સ્ટેશનના હરદેવસિંહ ચુડાસમાએ રોકી ચેક કરતા મોટર સાયકલમાં જુદી જુદી બ્રાન્ડના ૬પ ઇંગ્લીશ દારૂના ચપલા રૂ.૬,પ૦૦ તથા મોટર સાયકલ મળીને રૂ.ર૬,પ૦૦ના મુદ્દામાલ સાથે આરોપી જીતેન્દ્રની ધરપકડ કરેલ છે. વધુ તપાસ પો.જ. હરદેવસિંહ ચુડાસમાએ હાથ ધરેલ છે.

(11:38 am IST)