Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સુપેડીની સીમમાં કપાસમાં છુપાવેલી દારૂની ૪૩૭ બોટલ સહિત એક લાખના મુદામાલ સાથે ૩ ઝડપાયા

ધોરાજી,  તા.૬: ધોરાજી પોલીસ સ્ટેશન ના પો ઇન્સ શ્રી. એમ. વી. ઝાલા સા.ની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરાજી પો.સ્ટે.નાં પ્રો. પો.સબ ઇન્સ. જે.વી.વાઢીયા તથા સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમીયાન HC વિજયભાઈ ચાવડાને બાતમીરાહે હકીકત મળેલ કે સૂપેડીના મુકેશભાઈ રોજાસરાએ ગે.કા.ભારતીય બનાવટ નો ઇગ્લીશ દારૂ ના વાડીના રૂમમાં કપાસમાં છુપાવેલ છે જેથી આજરોજ તે જગ્યાએ રેઇડ કરી તેમજ આ દારૂ આપનાર જીતીનભાઇ તથા દિગ્વિજયસિંહ પાસેથી નીચે મુજબનો પરપ્રાંન્તીય ઇંગ્લીશ દારૂ મળી આવેલ.

ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ રોયલ સ્ટગ પ્રિમીયમ વ્હિસ્કી બોટલ નંગ- ૮૪ કિમત.રૂ. ૨૫,૨૦૦/-

ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ રોયલ સ્ટાઇલ વ્હિસ્કી બોટલ નંગ- ૨૫ કિમત.રૂ. ૭,૫૦૦/-

ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ ઓફીસર ચોઇસ બ્લુ વ્હિસ્કી બોટલ નંગ- ૬૬ કિમત.રૂ. ૧૯,૮૦૦/

ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૧૮૦ એમ.એલ. માપ ની બોટલ મેકડોવેલ્સ નં ૧ વ્હિસ્કી બોટલ નંગ- ૧૪૨ કિમત.રૂ. ૧૪,૨૦૦/

ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૧૮૦ એમ.એલ. માપ ની બોટલ રોયલ સ્ટગ પ્રિમીયમ વ્હિસ્કી બોટલ નંગ- ૯૬ કિમત.રૂ. ૯,૬૦૦/-

ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ મેકડોવેલ્સ નં ૧ વ્હિસ્કી બોટલ નંગ- ૨૪ કિમત.રૂ. ૭,૨૦૦/-

તથા મોબાઈલ નં.૨ કિ.રૂ. ૮,૦૦૦/ તથા મો.સા. કિ.રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ બોટલ નં ૪૩૭ પેટી આશરે ૨૨ મળી કુલ રૂ. ૧,૦૬,૫૦૦/- નો મુદામાલ મળી આવેલ.

સદરહું  રેઇડમાં નીચે મુજબનાં આરોપી પકડી પાડેલ

(૧) મુકેશભાઈ મોહનભાઈ રોજાસરા ઉ.વ.૨૩ રહે. સુપેડી ગામ તા.ધોરાજી (૨) જતીનભાઇ રસીકભાઇ વાધેલા ઉ વ.૨૭ રહે. છાડવાવદર ગામ તા.ધોરાજી (૩) દિગ્વિજયસિંહ મનુભા જાડેજા રહે. ભોળા ગામ તા ધોરાજી

આ સમગ્ર કામગીરીમાં પ્રો.પો.સબ.ઇન્સ. જે.વી.વાઢીયા તથા હેડ કોન્સ વિજયભાઈ ચાવડા, તથા પો.કોન્સ ચંદ્રસિંહ, રમણીકભાઇ, બાપાલાલ ચૂડાસમા, વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

(11:38 am IST)