Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ્રભાસપાટણ-વેરાવળઃ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પવિત્ર તીર્થધામ સોમનાથ ખાતે કરવામાં આવેલ. લોકોને જાગૃત કરવા પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવોની થીમ પર શ્રી સોમનાથ મંદિર થી હમીરજી સર્કલ સુધી એક રેલીનુ પણ આયોજન કરવામાં આવેલ હતું. સૌ એ પ્લાસ્ટીકનો ઉપયોગ કયારે પણ નહિં કરીશું એ પ્રકારનો સંકલ્પ કરેલો હતો. આ પ્રસંગે જીલ્લા કલેકટર અજય પ્રકાશ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ચિફ ઓફિસર જતીન મહેતા, મામલતદાર પ્રજાપતી, પાલીકા પ્રમુખ જગદીશ ફોફંડી સહિત પાલીકાના અધિકારીઓ, સફાઇ સ્ટાફ, શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ-બીવીજીની ટીમ વિગેરે જોડાઇ આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો. (તસ્વીર-અહેવાલઃ)

(11:37 am IST)