Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સરકારી પ્રા.શાળામાં સોફા બાળી નુકશાન કરવા બદલ શિક્ષિકા દોષીતઃ એક વર્ષની જેલ

તળાજાના ગોરખી ગામની પ્રા. શાળાના આચાર્યએ નોંધાવેલ ફરીયાદ ને લઇ ચુકાદોઃ એક હજારનો દંડ પણ ફટકાર્યો

તળાજા તા.૬: ગુજરાત ભરમાં લગભગ કયારે ન સાંભળવા મળેલો ઐતિહાસિક ચુંકાદો તળાજા કોર્ટએ સરકારી પ્રા.શાળાની શિક્ષિકા વિરૂધ્ધ નોંધાયેલ ફરીયાદને લઇ ફરમાવ્યો છે. જેમાં શાળાની શિક્ષિકા પર સોફો બાળવાનો લાગેલ આરોપ સાબીત થતાં શિક્ષિકાને એકવર્ષની સાદી જેલ અને એકહજાર રૂપિયાનો દંડ ફરમાવતો ચુકાદો કોર્ટે એ આપ્યો છે.

મળતી વિગતો મુજબ ગત તા. ૧૫-૩-૧૩ ને સવારે ૧૦.૪૫ કલાકે તળાજાના ગોરબી ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં મચેલ બબાલ ને લઇ પોલીસ ફરીયાદ થવા પામી હતી.

જેમાં ફરીયાદી પક્ષે શાળાના આચાર્ય નંદરામભાઇ મોહનભાઇ એ આજ શાળાના શિક્ષિકા વસંતબેન નટુભાઇ મકવાણા વિરૂધ્ધ શાળાનો સોફો બાળી નુકશાન કરી અને હુમલો કરવાનો આરોપ લગાવેલ. જેને લઇ આઇપીસી ૩૨૩,૫૦૪,૪૩૫ મુજબ કેસ ચાલ્યો હતો.

આ કામે તળાજા કોર્ટે ૨૭ સાક્ષી અને પાંચ દસ્તાવેજી પુરાવાઓ તપાસ્યા હતા. જેને લઇ તળાજા ના એડી. ચીફજયુડી. મેજી. એસ.એ. ટેલર એ કિ.પો. કોડની કલમ ૨૪૮(ર) અન્વયે ઇ.પી. કોડની કલમ ૪૩૫ મુજબ ગુના માટે ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૧૦૦૦/- નો દંડ જો દંડ આરોપીના ભરેતો વધુ વીસ દિવસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ હતો. તથા આ કામના  આરોપીને કિ.પો. કોડની કલમ ૨૪૮(૧) અન્વયે ઇ.પી. કોડીની કલમ ૩૨૩,૫૦૪ મુજબના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

(11:37 am IST)