Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મોરબી : જીવરાજભાઈ ફૂલતરીયાના પૌત્ર તીર્થકના ૨૧ માં જન્મદિવસની કરાશે પ્રેરણાદાયી ઉજવણી

કોરોનામાં જે વિધાર્થીના માતા-પિતાનું અવસાન થયું હોય તેને કરશે સહાય: ૨૧ લાખની રકમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપશે

મોરબીના રહેવાસી જીવરાજભાઈ ફૂલતરીયાના પૌત્ર તીર્થકનો આજે ૨૧ મો જન્મદિવસ હોય જે પ્રસંગે ફૂલતરીયા પરિવારે પ્રેરણાદાયી ઉજવણી કરવાનું અનેરું આયોજન કર્યું છે જેમાં વિદ્યાર્થીઓને કોરોના લીધે માતા-પિતાએ દુઃખદ અવસાન થયું હોય તેના અભ્યાસ માટે ૨૧ લાખની રકમ અનુદાન આપવામાં આવશે
મોરબીના જીવરાજભાઈ ફૂલતરીયાના પૌત્ર અને પેપરમિલ એસો પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયાના સુપુત્ર તીર્થકનો તા. ૦૭-૦૫ ના રોજ ૨૧ મો જન્મદિવસ હોય જે દિવસે તેમને અનોખો નિર્ધાર કર્યો છે જેમાં ૨૧ લાખની રકમ તેઓ શિક્ષણ માટે અર્પણ કરશે આ કોરોના મહામારી માં જે વિધાર્થીએ માતા-પિતાનું દુઃખદ અવસાન થયું હોય તેવા વિધાર્થીઓને અભ્યાસમાં મદદ કરવાના હેતુથી ૨૧ લાખની રકમ તેઓ અર્પણ કરશે અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક તંગીને કારણે અભ્યાસથી વંચિત રહી જતા હોય છે ત્યારે તીર્થક ફૂલતરીયા પોતાના ૨૧ માં જન્મદિવસે ૨૧ લાખની રકમ શિક્ષણ સેવાકાર્ય માટે અર્પણ કરશે તેવો નિર્ધાર કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે ત્યારે તેના આ નિર્ણયને દાદા જીવરાજભાઈ અને પિતા કિરીટભાઈ ફૂલતરીયા સહિતના પરિવારજનોએ બિરદાવ્યો છે અને તેમને શુભાશિષ પાઠવાયા છે

(6:32 pm IST)