Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કલ્યાણપુરના દેવળીયામાં છગન આહિરની હત્યા

હથિયારના ઘા ઝીંકી દીધાઃ એક ડફેર શખ્સ સહિતનાની સંડોવણી હોવાનું પ્રાથમિક તારણ : દારૂ પીવાની બાબતમાં ડખ્ખો ?

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે આજે સવારે એક આહિર યુવાનની લાશ મળતા ભારે ચકચાર જાગી છે.

સવારે રસ્તા પર દર્શન કરવા નીકળેલા એક ગ્રામજને આ લાશ પડી હોવાની જાણ કરતા ખંભાળીયા ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી તથા એલ.સી.બી. પી.આઇ. જે.એમ.ચાવડા તેમની ટીમ સાથે દોડી ગયા હતા.

મરણ જનાર છગનભાઇ વરૂ નામનો ૨૮ વર્ષનો આહિર યુવાન હોવાનું ખુલ્યું છે જેની હત્યા ધારિયા જેવા તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાઇ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

હત્યામાં એક ડફેર શખ્સની સંડોવણી હોય તેનું પગેરૂ મેળવવા માટે એલ.સી.બી., એલ.ઓ.જી. તથા ડીવાયએસપી કચેરીના  સ્ટાફે તપાસ હાથ ધરી છે તથા કેટલીક ટુકડીઓ બનાવીને પકડવા કાર્યવાહી કરી છે.  હત્યાના પ્રકરણના કારણ બાબતે હજુ કંઇ જાણવા મળેલ નથી પણ દારૂ પીવાની બાબતમાં કંઇક થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

(1:08 pm IST)
  • રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાના કેસમાં ૩૦ થી ૪૦%નો ઘટાડો : ખાનગી અને સરકારીમાં બંને સ્થળે ડોકટરોના અનુમાન મુજબ તિવ્રતા પણ ઘટી છે : ઓપીડી અને આઈપીડીમાં કેસો ઘટ્યા છે : નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તાનો નિર્દશ access_time 12:32 pm IST

  • દિલ્હીના પૂર્વ પ્રધાનનો કોરોનાએ જીવ લીધો દિલ્હીના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પક્ષના નેતા જયપાલસિંહ ગુર્જરનું મેટ્રો હોસ્પિટલમાં અવસાન થયું છે. બે દિવસ પહેલા તેમને કોરોના પોઝિટિવ આવેલ હતો . access_time 9:55 pm IST

  • નેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર કે.પી.ઓલીની સરકાર સંકટમાં : પુષ્પ કમલ પ્રચંડની પાર્ટીએ સમર્થન પાછું ખેંચ્યું : લઘુમતીમાં આવી જવાથી અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ થાય તે પહેલા જ રાજીનામુ આપી દે તેવી શક્યતા access_time 12:36 pm IST