Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જામનગર પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

જામનગરઃ જામનગરમાં ૧ મેના રોજ પત્રકારશ્રી કિંજલ કારસરીયા અને જામનગર મહાનગરપાલિકા (આરોગ્ય વિભાગ)ના સંયુકત ઉપક્રમે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો માટે પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે 'કોવિડ -૧૯ રસીકરણ કેમ્પ'નું આયોજન કરવામાં આવેલ હતું. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોરોના વિરોધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર  તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, પ્રણામી સંપ્રદાયના સ્વામી અમૃતરાજજી મહારાજ, સ્વામી ચંદનસૌરભજી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, મહામંત્રીઓશ્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, શહેર મંત્રી પરેશભાઈ દોમડીયા, કમિશનર સતિષ પટેલ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:14 pm IST)