Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

એકટીવ કેસ ૫૬૭: આઠ દર્દી સાજા થયા

દ્વારકા જિલ્લામાં ફરી કોરોના ૪૦ નીચે પહોંચ્યો

ખંભાળીયા, તા. ૬ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ ૨૦ સુધી ૨૪ કલાકમાં પહોેંચી ગયેલ કોરોના પોઝીટીવ કેસ ફરી ૪૦ ઉપર ૪૨/ ૪૯ થઈ ગયા હતા. તેમા ફરીથી ગાબડુ પડતા કેસો ઘટતા ગઈકાલે ફરી ૪૦ નીચે આંકડો જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગઈકાલે ૨૪ કલાકમાં દ્વારકા જિલ્લામાં કુલ ૩૪ પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેમાં ખંભાળિયામાં દસ, કલ્યાણપુરમાં સાત, દ્વારકા નવ તથા ભાણવડમાં આઠ નવા કેસ નોંધાયા છે.

કુલ આઠ દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ થયા છે. જેમાં ભાણવડ તથા ખંભાળિયામાંથી બે બે તથા દ્વારકામાંથી એક અને કલ્યાણપુરમાંથી ત્રણ ડિસ્ચાર્જ થયા છે.

નવા કેસો બેરાજા, ભાણવડ, ભાટીયા, ખંભાળીયા, સાપોડ, રાવલ, કોલવા, મીઠાપુર, રૂપામોરી, ધતુરીયા, નવાગામ, ધરમપુર, નંદાણા, ભેનકવડ, કોલવા, સિંહણ વિ. ગામોમાં નોંધાયા છે.

દર્દીઓની સંખ્યા વધતા જિલ્લામાં કુલ પોઝીટીવ ૫૬૭ કેસ થયા છે.

(12:58 pm IST)