Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ચોટીલા રેફરલ હોસ્પિટલે ઓકિસજન સિલિન્ડરની સુવિધા

વઢવાણ તા.૬ : કોરાનાના દર્દીઓ નો દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે ત્યારે ખાસ ગામડામાં પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણા એ રેફરલ હોસ્પિટલ ની રૂબરૂ મુલાકાત લઈ રોગી કલ્યાણ સમિતિ મારફત ઓકિસજન સિલિન્ડર ૧૦૦ ની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી અને ટુંક સમયમાં સેલ કાઉન્ટર એનીલાઈસર પણ આવી જશે વધુ માં ધારાસભ્ય એ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓની નિયમિત રીતે ખબર અંતર પૂછવા માટે આવેલ અને ખુટતી સુવિધાઓ નાં કાયમી અને લાંબા ગાળાનાં આયોજન સાથે નક્કર પ્રયાસો કરી રહ્યાં છે.

જેમાં હોસ્પિટલ નાં ડોકટર અને સ્ટાફ ની સખત પરિશ્રમ અને મહેનત થકી જ આ કાર્ય થઈ રહ્યું છે વધુ માં ધારાસભ્ય એ હોસ્પિટલ સ્ટાફ નો આભાર વ્યકત કર્યો હતો આ સુવિધા ઉપલબ્ધ થતાં લોકો માં હર્ષ ની લાગણી ફેલાઇ છે અને કોરાનાના દર્દીઓ ને સંપૂર્ણ સારવાર મળશે.

(11:38 am IST)