Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

માવઠાએ વિરામ લીધોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ

ગઇકાલે માત્ર જુનાગઢ અને સાસણમાં કમોસમી હળવો વરસાદ વરસ્યો

રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ યથાવત છે. અને ગઇકાલે જુનાગઢ - સાસણમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. અન્યત્ર માવઠાએ વિરામ લીધો છે.

દરરોજ સવારથી આખો દિવસ અને રાત્રીના અસહ્ય ઉકાળટનો અનુભવ થઇ રહ્યો છે. અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઇ જાય છે.

જુનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા  એક સપ્તાહ જેટલા સમયથી બપોર સુધી આકરો તાપ અને ગરમી પડે છે અને બપોર બાદ કમોસમી વરસાદ થાય છે.

આજે પણ બપોરે ૪૦ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ સાણસ તથા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાંપટા વરસ્યા હતાં. પવન અને વરસાદના લીધે આંબાઓ પરથી કેરી ખરી પડતા નુકસાન થયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી, લઘુતમ ર૭, હવામાં ભેજ ર૭ ટકા અને પવનની ઝડપ ૧૦.૬ કિ. મી. રહી હતી.

(10:59 am IST)