Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ભાવનગરમાં ૩૯૧ કોરોના પોઝિટિવ કેસ : આઠ દર્દીના મોત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૫,૮૭૮ કેસો પૈકી ૪,૫૪૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬ : ભાવનગર જિલ્લામા નવા ૩૯૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૫,૮૭૮ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૧૧ પુરૂષ અને ૯૬  સ્ત્રી મળી કુલ ૩૦૭ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૨૧, ઘોઘા તાલુકામાં ૧૨, તળાજા તાલુકામાં ૨૭, મહુવા તાલુકામાં ૩, વલ્લભીપુર તાલુકામાં ૬, ઉમરાળા તાલુકામાં ૫, સિહોર તાલુકામાં ૩, જેસર તાલુકામાં ૪ તેમજ ગારીયાધાર તાલુકામાં ૩ કેસ મળી કુલ ૮૪ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ પાલીતાણા ખાતે રહેતા એક દર્દી, સિહોર તાલુકાનાં ભુતિયા ગામ ખાતે રહેતા એક દર્દી, ઉમરાળા તાલુકાનાં રેવા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં રોયલ ગામ ખાતે રહેતા એક દર્દી અને તળાજા તાલુકાનાં રાજપરા નં.૨ ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૮ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૨૦ અને તાલુકાઓમાં ૧૨૪ કેસ મળી કુલ ૩૪૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૫,૮૭૮ કેસ પૈકી હાલ ૪,૫૪૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૧૯૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(10:26 am IST)