Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કેશોદના લોકોને મદદ કરવા 55 લાખના લોકફાળાથી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

કેશોદમાં માર્ચમાં એક પરિવારના 7 સભ્યો અને બીજો એક આખો પરિવાર કોરોના પોઝીટીવ થયા. આ બન્ને પરિવાર કોરોનામાં હેમખેમ સાજા સારા થયા. આ પરિવારને સ્વસ્થ થવામાં મુશ્કેલી પડી. કોરોનામાં સ્વસ્થ થવામાં પડેલી મુશ્કેલીએ કેશોદમાં સૌને ઉપયોગી થવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું વિચાર બીજ રોપ્યું.

કેશોદમાં સર્વ સમાજના આગેવાનોની બેઠક બોલાવી કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનાં વિચારને વધાવ્યો હતો અને સ્થળ પર જ રૂા. 20 લાખ ફાળો થઇ ગયો. આજે આ ફાળો રૂા. 55 લાખ થયો છે. ફાળો આપનાર નામી અનામી દાતાઓને અભિનંદન છે. જેમણે કોરોનાના કપરા સમયમાં નાગરિક સેવા ધર્મ બજાવ્યો છે. અને પુરવાર કર્યેું છે સારા વિચારને સમાજ હંમેશા સપોર્ટ કરે છે.

સ્થળ માટે જી.ડી. વાછાણી કન્યા વિધાલયનું બીલ્ડીંગ અપાયું. ઓક્સિજનના 100 બાટલા રૂ 12.50 લાખના લાવ્યા. બીજા 100 બોટલ રૂ. 17.50 લાખના લાવ્યા. કોવિડ કેર સેન્ટર ઉપરાંત જરૂરિયાતવાળા કોવિડ પેશન્ટને આ બાટલા ફ્રીમાં અપાયા. કોવિડ સેન્ટરમાં દવા, નિદાન, સારવાર, ઓક્સિજન તમામ ફ્રી વ્યવસ્થા માટે પ્રથમ કાર્યકરોની ટીમ બનાવી. ભોજન, પાર્કીંગ, હેલ્પડેસ્ક, સહિતની સમિતીઓ બનાવી. 4-4 કાર્યકરોની દર્દીઓ અને દવાખાના વચ્ચે સંકલન માટે ટુકડીઓ બનાવી. જે શીફટ 24 કલાક કાર્યરત રહે. સેવારત આ કાર્યકરોની સેવા પણ એટલી જ અગત્યની છે.

(9:26 am IST)