Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ધોરાજી : જયેશભાઈ રાદડીયાએ ઈફકો ડિરેકટરની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી

ધોરાજી, તા. ૬ : જયેશભાઈ રાદડીયાએ દિલ્હી ખાતે ઈફકો ડિરેકટરની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.

ઈફકોના ચૂંટણી અધિકારીશ્રી તરૂણ ભાર્ગવને જયેશભાઈ રાદડીયાએ પોતાની ઉમેદવારી નોંધાવી અને જગદીશભાઈ સાટોડીયાએ ટેકો આપેલ અને પ્રવિણભાઈ રૈયાણીએ દરખાસ્ત કરેલ. સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા જે ઈફકોના વાઈસ ચેરમેન પદ જેની મુદ્દત પાંચ વર્ષની હોય છે. જે પૂરી થતા ચૂંટણી યોજાશે. ઈફકો સમગ્ર એશીયામાં મોટી કંપની છે. જે ખાતર અને જંતુનાશક દવાઓ બનાવે છે. આ ઈફકોના સમગ્ર ગુજરાતમાં ૧૩૨ મતદારો છે અને રાજકોટ જીલ્લાના ૪૮ મતદારો છે. આ અંગે ફોર્મ પ્રક્રિયામાં દિલીપભાઈ સંઘાણી, પ્રવિણભાઈ રૈયાણી, જગદીશભાઈ સાટોડીયા, મગનભાઈ વડાવીયા, સહિતની હાજરીમાં ફોર્મ ભરેલ હતું.

(12:38 pm IST)