Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મોરબી પાલિકાના ઉપપ્રમુખ અને પાલિકા પ્રમુખના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

બે સદસ્યો તેમજ અન્ય કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવ્યો

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. સરકારી કચેરીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. પ્રથમ જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાએ ભરડો લીધા બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતનો પણ વારો કાઢ્યો છે.

મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ, ડે.ડીડીઓ સહિતના સાતેક અધિકારીઓને કોરોના વળગ્યા બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતની પણ તેવી જ સ્થિતિ બની રહી છે. નગરપાલિકામાં અગાઉ 7થી 8 સદસ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ હવે ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પ્રમુખના પતિ, બે સદસ્યો તેમજ અન્ય કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને સ્વાસ્થ્યની કાળજી રાખવા અપીલ પણ કરી છે.

(9:35 pm IST)