Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જસદણના ભાવેશ રામાણીને પોલીસે ૬૦ ઉઠબેઠ અને પગના અંગુઠા પકડાવતા કિડનીમાં તકલીફ : ડાયાલીસીસ

અાટકોટ તા. ૬: જસદણના યુવકને  પોલીસે  ઉઠબેઠ અને અંગુઠા  પકડાવતા તાબડતોડ હોસ્પિટલે ખસેડવો પડેલ છે. અને તેને કિડનીમાં તકલીફ પડતાં ડાયાલીસીસ શરૂ કરેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જસદણના ગંગાભુવન પાસે રહેતા ભાવેશ રામાણી તેના મિત્ર સાથે બેઠા હતા ત્યારે પોલીસ આ બંન્ને યુવકોને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા ત્યારબાદ ભાવેશ  રામાણી અને તેના મિત્રને  ૬૦ ઉઠબેઠ અને ૧૦ મીનીટ પગના અંગુઠા પકડાવ્યા હતા.

ત્યારબાદ  રાજકીય ભલામણ આવતા પોલીસે આ બંન્ને યુવકોને છોડી દીધા હતા. બીજા દિવસે ભાવેશ  રામાણીને પગનો દુખાવો થતા અને પેશાબમાં રસી થઇ જતાં તાબડતોબ જસદણની હોોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સોનોગ્રાફી કરવામાં આવતા કિડનીમાં તકલીફ થઇ હોવાનું  જાણવા મળ્યુ હતુ.

ભાવેશ રામાણીને જસદણથી રાજકોટની બી.ટી.સવાણી હોસ્પિટલમાં ખસેડેલ છે. જ્યાં આજે તેમણે ડાયાલીસીસ કરવામાં આવશે.

(5:03 pm IST)