Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ગોંડલના ચોરડીમાં હોમ કોરન્ટાઈનનો ભંગ કરી નાસી છૂટેલ ચેતનને લીંબડીથી ઝડપી લેવાયો

રાજકોટઃ ગોંડલના ચોરડી ગામે હોમ કોરન્ટાઈન રહેલ ચેતન મનસુખ શિયાળ (ઉ.વ. ૧૯) ઘરેથી નાસી છૂટતા આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસે તેની સામે ગુન્હો દાખલ કર્યો હતો. હોમ કોરન્ટાઈનનો ભંગ કરી નાસી છૂટેલ ચેતનને લીંબડીથી ગોંડલ તાલુકાના પીએસઆઈ અજયસિંહ જાડેજા તથા ટીમે દબોચી લીધો હતો. ચેતન કલીનર તરીકે નોકરી કરે છે અને તે કલકત્તાથી આવતા તેને હોમ કોરન્ટાઈન કરાયો હતો

(4:04 pm IST)