Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

બગસરામાં પિતએ મોબાઇલ લેવાની ના પાડતા હાર્દિક કણસાગરાએ એસીડ પી લીધું

રાજકોટ, તા. ૬ : બગસરાના નટવરનગરમાં પિતાએ મોબાઇલ લેવાની ના પાડતા યુવાને એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટ સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ બગસરાના નટવરનગરમાં રહેતો હાર્દિક ભરતભાઇ કણસાગરા (ઉ.વ.૧૮) એ ગઇકાલે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે બગસરા બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં હાર્દિકને મોબાઇલ લેવો હોઇ, તેથી પિતા સહિતના પરિવારજનોએ મોબાઇલ લેવાની ના પાડતા તેણે આ પગલ ભરી લીધી હોવાનું ખુલ્યું છે. આ અંગે બગસરા પોલીસે તપાસ હાથ ધરી છે. (૮.૯)

(2:24 pm IST)