Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉનમાં રવિવારે જૂનાગઢ જિલ્લામાં રોડ પર આંટાફેરા કરતા ૨૦૯ શખ્સો સામે પોલીસની કાર્યવાહી

જાહેરાનામાના ભંગ સબબ પોલીસનો સપાટો

જૂનાગઢ,તા.૬: લોકડાઉનમાં રવિવારે જૂનાગઢ જિલ્લામાં રોડ પર આંટાફેરા કરતા ૨૦૯ શખ્સો સામે પોલીસ જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી કરી અને ગુનો નોંધી સપાટી બોલાવ્યો હતો.

કોરોના સંકટના સામના માટે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં લોકડાઉનનું પાલન થાય તે માટે ડીઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભ સિંઘની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, શ્રી પુરોહિત અને જે.બી.ગઢવી વગેરેના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સતત કાર્યશીલ છે. અને રવિવારે પણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે સતત ખડે પગે રહીને ફરજ બજાવી હતી.

આ દરમ્યાન જૂનાગઢ એ-ડીવીઝનના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.ગોસાઇ અને તેમના સ્ટાફે ૨૮ શખ્સો સામે તથા બી-ડીવીઝનના પીઆઇ આર.બી.સોલંકી સહિતના પોલીસ સ્ટાફે ૪૦ શખ્સો વિરૂધ્ધ થતા સી-ડીવીઝનના પીએસઆઇ ડી.જી. બળવા અને તેમના સ્ટાફે ૧૪ શખ્સો સામે અટકાયતી પગલા લીધા હતા.

આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પોલીસે બે ઇસમો અને ભવનાથ પોલીસે એક ઇસમ સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી હતી.

જૂનાગઢ જિલ્લાના કેશોદ વિસ્તારમાં પોલીસે ૩૭ શખ્સો, ભેંસાણ-૬, મેંરદાડ-૩, વંથલી -૧૫, માણાવદર -૧૯, બાંટવા-૬, માંગરોળ-૧૫, શીલ-૯ , માળીયા હાટીના-૧૦ અને માંગરોળ મરીન પોલીસે રવિવારે બે શખ્સો સામે લોકડાઉન દરમ્યાન રોડ ઉપર આંટાફેરા કરી જાહેરનામાનો ભંગ કરવા સબબ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આમ સોરઠ પોલીસે એક જ દિવસમાં ૨૦૯ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવતા લોકડાઉન દરમ્યાન ઘર બહાર નિકળતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.(૨૨.૨૭)

(1:03 pm IST)