Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

વેરાવળની મિનારા મસ્જિદમાંથી ૩૩ તબલીગી જમાતીઓ મળતા ખળભળાટ : તમામને કવોરન્ટાઇન કરાયા

વેરાવળ તા. ૬ : દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે તબલીગી જમાતમાં આયોજિત એક કાર્યક્રમમાં ૧૦ લોકોનાં મોત કોરોનાને કારણે થતાં સમગ્ર દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતમાંથી પહેલાં ભાવનગર અને બોટાદનાં લોકો દિલ્હી ગયા હોવાનું સામે આવ્યું હતું. તેવામાં હવે સુરતમાંથી પણ ૭૬ લોકો દિલ્હીની જમાતમાં ગયા હતા. જેમાંથી ૭૨ લોકોને કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જયારે ૪ લોકો હજુ પણ લાપતા હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે એક યાદી મોકલીને રાજય સરકારને ચેતવ્યા હતા.

તબલીગી જમાતીઓને ગુજરાતમાંથી શોધવા માટે કેન્દ્રએ પણ ખાનગી એજન્સીઓની મદદ લીધી હતી. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં જમાતીઓ મળ્યા હતા. આજે વધુ એક જગ્યાએથી મોટો ધડાકો થયો છે. એટલે કે ગીરસોમનાથમાં તબલીગી જમાતના ૩૩ લોકોને શોધીને કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તમિલનાડુના ૩૩ લોકો વેરાવળની મસ્જિદમાં રોકાયા હોવાનો ખુલાસો થયો છે. વેરાવળમાં આવેલી મિનારા મસ્જિદમાં રોકાયેલા તમામ લોકોની લ્બ્ઞ્ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

દિલ્હીના તબલીગી જમાતીઓએ કોરોના સંક્રમણે સમગ્ર દેશભરમાં ભય ફેલાવ્યો છે. આ જમાતીઓએ પણ ગુજરાતની સ્થિતિ કપરી કરી મૂકી છે કારણ કે ગુજરાતમાં છેલ્લા મોટાભાગના પોઝિટીવ કેસો તેમના લીધે જ સામે આવ્યા છે. ત્યારે ગીર સોમનાથમાં તબલીગી જમાતના ૩૩ લોકો કવોરન્ટાઈન કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિશે એવું જાણવા મળી રહ્યું છે કે તમિલનાડુના ૩૩ લોકો ગુજરાતના વેરાવળની મસ્જિદમાં રોકાયા હતા. વેરાળની મિનારા મસ્જિદમાં તમિલનાડુના ૩૩ લોકો રોકાયેલા હોવાથી હાલ SOG દ્વારા તમામની તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાંથી પણ ૭૬ લોકો ગયા હોવાનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ધ્યાને આવ્યું હતું. સુરત મનપા દ્વારા તે લોકોનું એક લિસ્ટ પણ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સેન્ટ્રલ ઝોનમાંથી ૩૩, વરાછા ઝોન-બી - ૩, રાંદેર ઝોન - ૬, કતારગામ ઝોન , ઉધના અને અઠવાઝોનમાં ૭ - ૭ - ૭ તેમજ લિંબાયત ઝોન ૯ વ્યકિત ગયા હતાં. સુરત મનપાએ ઉપરોકત ૭૨ વ્યકિતઓનું લિસ્ટ બનાવી તેઓને કવોરન્ટાઈન કરી દીધા હતા. જયારે હજુ પણ અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.

(12:01 pm IST)