Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જુનાગઢ જિલ્લામાં હજુ ૧૩૭ વ્યકિત હોમ કવોરન્ટાઇન, ૩૦૩ લોકોના પૂર્ણ થયા

કોરોનાનો એક પણ શંકાસ્પદ દર્દી નથી

જૂનાગઢ તા. ૬ :.. જુનાગઢ જિલ્લામાં હજુ ૧૩૭  વ્યકિત હોમ કવોરન્ટાઇન હોવાનું અને ૩૦૩ લોકોનાં પુર્ણ થયા હોવાનું જાણવા મળેલ છે.

કોરોના મહામારી વચ્ચે સોરઠમાં એકંદરે રાહત છે. લોકડાઉનનાં પાલન માટે તંત્ર ખાસ કરીને પોલીસ વિભાગની કામગીરી કાબિલેદાદ છે અને લોકોમાં લોકડાઉનને લઇ જાગૃતિ હોવાથી હજુ જુનાગઢ જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીનાં જણાવ્યા મુજબ રવિવારની સ્થિતીએ સોરઠના ૧૩૭ વ્યકિત હોમ કવોરન્ટાઇન છે અને ૩૦૩ લોકોએ હોમ કવોરન્ટાઇનનાં ૧૪ દિવસ પુર્ણ કરેલ છે.

રવિવારે એકપણ સેમ્પલ મોકલવામાં આવ્યો ન હતો. એટલુ જ નહિ કોરોનનો એકપણ શંકાસ્પદ દર્દી પણ નથી. અત્યાર આમ જુનાગઢ જિલ્લામાં રાહત છે. આમ છતાં શહેરી વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન રહે તે જરૂરી છે.

(12:00 pm IST)