Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભાવનગર રેન્જમાં રાત્રે અને સવારે શેરીઓમાં તથા ધાબા ઉપર ભેગા થતા લોકોને રોકવા ૩ દિ'ની ખાસ ઝુંબેશ

ભાવનગર, તા.૬: વર્તમાન સંજોગોમાં સમગ્ર વિશ્વમાં કોરાના વાઈરસની વૈશ્વિક મહામારીને ભારતમાં અંકુશમાં રાખવા ભારત સરકાર દ્વારા ૨૧ દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવો તમામ નાગરીકોની પ્રથમ ફરજ છે. તમામ લોકોની સલામતિ અને સ્વાસ્થય જાળવવા માટે ગુજરાત પોલીસ કટિબધ્ધ છે. કોરાના વાઈરસમાં સોશ્યલ ડિસ્ટન્સિગનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે પરંતું ઘણા લોકો પોતાના મકાન કે એપાર્ટમેન્ટના ધાબા ઉપર બેસી ટોળું વળી ખાણી-પીણીનો પ્રોગ્રામ કરતા હોય છે તથા ગપ્પા મારતા હોય છે જેથી ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં આગામી સતત ૩(ત્રણ) દિવસ સુધી સાંજના ૬:૩૦ થી રાત્રીના ૧૧:૦૦ સુધી ઘર, મકાન, ફ્લેટ, એપાર્ટમેન્ટના ધાબા ઉપર તથા શેરીઓમાં બેસનાર વ્યકિતઓને પકડવા માટે ભાવનગર રેન્જમાં ૩૦ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જે કોઇ વ્યકિત પોતાના કે અન્ય કોઇના ધાબા ઉપર તથા શેરીમાં નજરે ચડશે તો ડ્રોન કેમેરાના ઉપયોગથી તેઓ તમામ વિરૂધ્ધમાં FIR દાખલ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા સુરતમાં અમુક વ્યકિતઓ પોતાના ધાબા ઉપર ભજીયા તળતા ડ્રોન કેમેરા મારફતે નજરે આવતા તેઓ તમામ વિરૂધ્ધમાં ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવેલ તેમજ લોકડાઉનનો કડક અમલ થાય તે હેતુથી લોકોને ઘરની બહાર ન નિકળવા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે તેમ છતાં અમુક લોકો દ્વારા બિનજરૂરી ઘરની બહાર નિકળી, સોસાયટી, શેરી તથા ઘરની બહાર ઓટલાઓ પર બેસી રહી, સોસાયટીના કોમન પ્લોટમાં તથા કંમ્પાઉન્ડ વોલના મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી એકઠા થાય છે તેના વિરૂધ્ધમાં ડ્રોન કેમેરા તથા નેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે પોલીસ નજર રાખી રહી છે.

લોકડાઉનની કડક અમલવારી દરમ્યાન કોઇપણ ટ્રાવેલ્સવાળા, ખાણીપીણી, ફ્રુટવેર, હાર્ડવેર, ટેઇલર, કટલેરી, ચા, પાન-માવા, ટાયર પંચર, બાકડે બેઠેલા તથા કોઇપણ કારણ વગર રોડ ઉપર પસાર થઇ ઠઠ્ઠા મશ્કરી કરતા પોલીસ વિભાગની નજરે ચઢશે તો જાહેનામાંના ભંગ બદલ તેઓ વિરૂધ્ધ FIR નોંધવામાં આવશે તેમજ લોકડાઉનનો કડક અમલ થાય તે હેતુથી સરકારશ્રી દ્વારા તમામ નાગરીકોને પોતાના ઘરમાં જ રહેવા અને બિનજરૂરી બહાર ન નિકળવા સૂચના કરેલ છે. તેમ છતાં હજુ પણ અમુક લોકો વાહનો સાથે દ્યરની બહાર લટાર મારવા નિકળે છે.

જેથી આગામી દિવસોમાં ભાવનગર રેન્જ પોલીસ દ્વારા વધુમાં વધુ વાહનો પ્સ્ખ્ણૂદ્દ-૨૦૭ મુજબ ડીટેઇન કરવામાં આવશે અને આ વાહનો તા.૧૪/૦૪/૨૦૨૦ સુધી કોઇપણ સંજોગોમાં છુટશે નહિ. જેથી, ભાવનગર રેન્જના હેઠળના ત્રણેય જિલ્લાઓમાં ધાબા ઉપર એકઠા થઇ ન બેસવા તથા બિનજરૂરી રીતે વાહનો સાથે કે લટાર ન મારવા ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર, ત્ભ્લ્ દ્વારા અપીલ કરવામાં આવે છે.

(11:59 am IST)