Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભાડલાના કડુકા ગામે ખેતમજુર સહિત બે શખ્સો ૧.૫૯ લાખની મત્તાની ચોરી કરી છૂ...

રાજકોટ, તા. ૬ :. ભાડલાના કડુકા ગામે ખેડૂતના મકાનમાંથી ખેતમજુર સહિત બે શખ્સો ૧.૫૯ લાખની મત્તા ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કડુકા ગામે રહેતા અને ખેતીકામ કરતા કનુભાઈ જીણાભાઈ પરમારના બંધ મકાનમાં ખેતમજુર જયેશ ઉર્ફે જયલો રામભાઈ ચૌહાણ તથા તેના સાગ્રીત અતુલ વલ્લભભાઈ સદાદીયા રહે. બન્ને લાલાવદર, તા. વિંછીયાએ પ્રવેશી કબાટની તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ ૧૫૦૦૦ મળી કુલ ૧.૭૯ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. બનાવ અંગે ફરીયાદ થતા ભાડલાના નવનિયુકત મહિલા પીએસઆઈ એચ.પી. ગઢવીએ બન્નેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ ચોરી કરનાર જયેશ ઉર્ફે જયલો અગાઉ ખેડૂત કનુભાઈ પરમારને ત્યાં મજુરી કામ કરતો હતો. ૩ મહિના પહેલા તેને છુટો કરી દીધો હતો. તે ઘરની સ્થિતિથી વાકેફ હોય ચોરી કરી હતી.

(11:59 am IST)