Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

નીતિન પટેલના ફેસબુક પેજ પર અભદ્ર કોમેન્ટ કરનાર કચ્છના યુવાનની ધરપકડ

ભુજ,તા.૬:  અત્યારે દેશ જયારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે સોશ્યલ મીડીયામાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. જોકે, હવે સોશ્યલ મીડીયામાં સંયમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ઉપર સરકાર અને પોલીસની નજર છે.

આવી ગેર વર્તણુંક કરનારને સળીયા પાછળ ધકેલાઈ જવાની સજા પણ મળે છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ગઈકાલે પોતાના લાઈવ ઓફિશ્યલ ફેસબુક પેજ ઉપર કોરોનાથી બચવા માટેની સમજ અપાઈ રહી હતી.

તે દરમ્યાન કાનજી સામંત રબારી નામના યુવાને અભદ્ર કોમેન્ટ કરી હતી. જે અંગે પોલીસે પ્રોફાઈલ અને યુઆરએલ નંબર ઉપર તપાસ કરતાં તે કચ્છના ભુજ તાલુકાના પદ્ઘર ગામના કાનજી સામંત રબારીની ફેસબુક આઇડી હોવાનું જણાયું હતું.

એટલે પોલીસે પદ્ઘર ગામે પહોંચી કાનજીનો મોબાઈલ ચેક કરતાં તેણે જ કોમેન્ટ કરી હોવાનું ખુલતાં પોલીસે આ રબારી માલધારી યુવાનની આઇટી એકટ હેઠળ ધરપકડ કરી તેનો મોબાઈલ કબ્જે કર્યો છે.

(11:59 am IST)