Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

હળવદ પોલીસ પરિવાર દ્વારા અબોલ જીવોને ઘાસચારો

હળવદઃ  કોરોનાના કપરા સમયમાં અબોલ જીવોની આ પરિસ્થિતિ જોઈને હળવદ પોલીસ પરિવારે લીલા ઘાસચારાની વ્યવસ્થા તો કરી એટલું જ નહીં પોતાની ફરજ બજાવવાની સાથે સાથે આ કાર્યને  પોતાની જવાબદારી ગણી અને હળવદ શહેરના વિવિધ વિસ્તારો રૂબરૂ જઈને અબોલ નિરાધાર ગૌવંશોને લીલો ઘાસ ચારો જમાડી અને પુણ્ય કાર્યમાં નિમિત બન્યા હતા. હળવદ પી.આઈ સંદીપ ખાંભલા, પી.એસ.આઈ પી.જી.પનારા સહિત પોલીસ સ્ટાફે આ પ્રકાર ના સેવાકાર્ય કરવા હળવદના નગરજનોને અનુરોધ કર્યો છે. અબોલ જીવોને ઘાસચારો નાખવામાં આવ્યો તે તસ્વીર.

(11:52 am IST)