Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભાવનગરમાં માસ્ક પહેરેલ ત્રણ શખ્સોએ પાંચ દુકાનમાં ચોરી કરી

ભાવનગર : ઊંડી વખાર વિસ્તારમાં તસ્કરોએ એક સાથે પાંચ દુકાનોનાં તાળા તોડી ચોરી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સીસી ટીવી કેમેરામાં માસ્ક પહેરેલા ત્રણ શખ્સો કેદ થયા છે. જૈન વણીક જીજ્ઞેશભાઇ મનસુખલાલ સલોતની દુકાનમાં ઉપરનાં ભાગે નળીયા ખસેડી અંદર પ્રવેશી તસ્કરોએ દુકાનમાં રહેલા રોકડા રૂ. ૭ હજાર તથા કેમેરાની હાર્ડડીસની ચોરી  કરી આ દુકાનની બાજુમાં આવેલ અન્ય ચાર દુકાનો માધવ સ્ટોર, શાહ દિલીપકુમાર કાન્તીલાલ ચગે મેસર્સ ગોવિંદરામ લાલચંદની દુકાનો પણ રોકડ સહિત કુલ રૂ. ૧૯ હજારની મતાની ચોરી કરી તસ્કરો નાસી છૂટયા હતાં. આ અંગે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જીજ્ઞેશભાઇ સલોતએ ત્રણ અજાણ્યા શખ્સે વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)