Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

માળીયામિંયાણામાં ટીકટોકમાં 'કોમી વૈમનસ્ય ફેલાવનાર બે સામે ગુન્હોઃ એકની ધરપકડ

સોહિલ ભટ્ટી અને ઇલ્યાસ ખોડે વિડીયો વાયરલ કર્યો'તો સોહિલને દબોચી લેવાયો

 મોરબી, તા.૬: ટીક ટોકમાં કોમી વૈમનસ્ય ફેલાવા મામલે બે ઇસમો વિરુદ્ઘ માળીયામાં ગુન્હો નોંધાયો

કોરોના વાઈરસ મામલે સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા ટીકટોક એપમાં વિડીયો વાયરલ કરનાર બે ઇસમો વિરુદ્ઘ માળિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને એક શખ્સને ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ કોરોના વાઈરસને લઈને લોકડાઉન અમલમાં મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાદ્યેલાને મળેલ માહિતીના આધારે માળિયા મિયાણા વિસ્તારમાં કોઈ સોહિલ ભટ્ટી તથા તેનો મિત્ર ઇલ્યાસ ખોડ એમ બંને વ્યકિતઓ મોબાઈલ ફોનમાં ટીક ટોક એપમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા વિડીયો બનાવી મૂકી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલનું ધ્યાને આવતા તાત્કાલિક માળિયા પી,એસ,આઈ. જી.વી.વાણીયા અને પોલીસ સ્ટાફે સોહિલ હુશેનભાઈ ભટ્ટી અને ઇલ્યાસ હુશેનભાઈ ખોડ વાળાની તપાસ હાથ ધરવામાં આવતા સોહિલ હુશેનભાઈ ભટ્ટી મળી આવતા તેના મોબાઈલ ફીનમાં ટીક ટોક એપમાં આવો વિડીયો મળી આવતા તેની ધરપકડ કરી બંને ઇસમો વિરુદ્ઘ ઈ.પી.કો. કલમ ૧૩૫એ, ૫૦૫(૧) (બી)(સી), ૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ સને.૨૦૦૫ના કાયદા મુજબ કલમ-૫૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇલ્યાસ ખોડ ને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)