Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભાવનગરમાં જાહેરનામના ભંગ બદલ વધુ ૧૩૮ કેસઃ ૪૫૧ વાહન ડિટેઇન

ભાવનગર,તા.૬: ભાવનગર પોલીસે જાહેરનામાં ના ભંગ બદલ ૧૩૮ જેટલા કેસ કરીને ૧૩૮ વ્યકિત વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.આ ઉપરાંત ૪૫૧ વાહન ડિટેઇન કર્યા છે.

લોકડાઉન જાહેરનામાનો ભંગ કરનાર લોકો,વેપારીઓ વિરુદ્ઘ પોલીસતંત્રની સખત કાર્યવાહી છતાં લોકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે.ભાવનગર પોલીસે આજે રવિવારે જાહેરમાનનો ભંગ કરવા બદલ આઈ.પી.સી.કલમ ૧૮૮ મુજબ ૬૩ કેસ કરી ૫૪ આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. એપિડેમીક રેગ્યુલેશન એકટના ભંગ બદલ ૫૪ કેસ કરી ૭૩ ઈસમો વિરુદ્ઘ તેમજ ડ્રોન નિરીક્ષણ દ્વારા ૨૧ કેસ કરી ૧૧ ઈસમો વિરુદ્ઘ કાયદેસર કાર્યવાહી કરી હતી.

ઙ્ગઆ ઉપરાંત કામ વગર વાહન લઈને નીકળતા લોકોના ૪૫૧ વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.

(10:36 am IST)