Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પોરબંદર કવોરેન્ટાઇન વિસ્તારમાં જતા કલેકટર

 પોરબંદરઃ જિલ્લામાં કોરોના વાયરસ પર નિયંત્રણ અને સાવચેતી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન પગલાં હાથ ધરવામાં આવ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવેલ છે તે વિસ્તારોને કલસ્ટર કવોરેન્ટાઈન કરી આ વિસ્તારોમાં સંક્રમણ ન થાય તે માટે લોકોની અવરજવર તેમજ સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે કડક પણે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટર ડી.એન.મોદીએ આરોગ્ય, પોલીસ, નગરપાલિકા અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. અધિક કલેકટર શ્રી રાજેશ તન્ના તેમજ આરોગ્ય વિભાગ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.

(10:36 am IST)