Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

શાપર વેરાવળ ઔદ્યોગિક ઝોનમાં રાશન કીટનું વિતરણઃ

શાપર વેરાવળઃશાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જય સરદાર યુવા ગ્રુપ સહયોગથી શાપર વેરાવળ ઓદ્યોગિક ઝોનમાંઙ્ગ ફેકટરીના મજૂરો તથાઝુપડપટ્ટી વિસ્તારમાં મજૂરોને કરિયાણાની કિટ વિતરણ કરવામાં આવી આજ રોજ રાજકોટ જિલ્લા પોલીસ વડા એસઙ્ગ પી બલરામ મીણા દ્વારા રૂરૂ વિતરણ કરવામાં આવ્યું . શાપર-વેરાવળમાં આવેલ શીતળા માતાના મંદિર પાસે તેમના હસ્તે કિટ વિતરણ કરવામાં આવી તેમજ શાપર વેરાવળઙ્ગ એસોસિયન માં કીટ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયનના સહયોગથી ચાલતા દવાખાનાની મુલાકાત લઇ માહિતી મેળવેલ આ તકે એસોસિયનના ચેરમેન રમેશભાઈ ટીલારા પ્રમુખ કિશોરભાઈઙ્ગ ટીલારા સેકેટરી વિનુભાઈ ધડુક, દુષ્યંતભાઈ ટીલારા મહેશભાઈ ઠુમર, જીતુભાઈ વડોદરિયા ,ઘનશ્યામભાઈ ભુવા, મુકેશભાઈ કાપડિયા ,અશોકભાઈ ભુવા વિગેરે તેમજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે એ ગોહિલ સાહેબ તથા જય સરદાર યુવા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર

(10:35 am IST)