Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

ઉનાની શાહ એચ.ડી. હાઇસ્કૂલમાં ૫૦ વર્ષ પહેલા અભ્યાસ કરી ગયેલા પુર્વ વિદ્યાર્થીઓનું કાલ સ્નેહમિલન

ઉના તા.૬: આઝાદી પહેલાની ૧૦૦ વર્ષ જુની શાહ એચ.ડી. હાઇસ્કૂલમાં ધો. ૮ થી ૧૧ સુધી ૧૯૬૪થી ૧૯૬૮ સમય દરમ્યાન આ શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતાં વિદેશ રહેતા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનું સૌપ્રથમવાર પ૦ વર્ષ પછી સ્નેહમિલન સમારોહ તા. ૭ને રવિવારે સાંજે પ કલાકે શાહ એચ.ડી. હાઇસ્કુલનાં સભાખંડમાં પૂર્વ આચાર્ય (શાહ એચ.ડી. હાઇસ્કૂલનાં)શ્રી ભાસ્કરભાઇ ભટ્ટનાં અધ્યક્ષસ્થાને યોજાશે.

ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તેમના પ૦ વર્ષનો ભૂતકાળ તાજો કરી વિચારોની આપલે કરી ઉજવશે.

તો તમામ આ હાઇસ્કૂલમાં ૧૯૬૪ થી ૬૮ સુધી અભ્યાસ કરી ગયેલ મહાનુભાવોને પધારવા જાહેર નિમંત્રણ એક યાદીમાં આપેલ છે.

(9:54 am IST)