Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સોમનાથ મંદિરની બાજુમાં યાત્રિકો અને લોકોની સુવિધા માટે એસ બી આઈ બેન્કનુ સ્થળાંતર

ગીર સોમનાથ જિલ્લામાં સર્વ શ્રેષ્ઠ સુવિધાઓ સાથેની બેન્કનુ ઉદધાટન કરતા કલેકટર ગોહિલ

પ્રભાસ પાટણ :સોમનાથ મંદિરની નજીક સોમનાથ ટ્રસ્ટની ઓફીસની બાજુમાં સ્થળાંતર કરીને નવા અધતન સુવિધાજનક બિલ્ડીંગમાં એસ બી આઈ બેન્કની શરૂઆત કરવામાં આવેલ છે આ બેન્ક પહેલા પ્રભાસ પાટણ હાઇવે રોડની બાજુમાં હતી પરંતુ ત્યાં સકડાસ અને પાર્કિંગનો પ્રશ્ર્ન હતો જેથી લોકોને અગવડતા પડતી હતી

 તેમજ સોમનાથ આવતા યાત્રિકો ને પણ રોડ સુધી આવવું પડતું હતું જેથી યાત્રિકો અને સ્થાનિક લોકોને સારી સુવિધાની સાથે પાર્કિંગની અગવડતા ન પડે તે માટે એસ બી આઈ બેન્કને સોમનાથ સ્થળાંતર કરવામાં આવેલ છે આ બેન્ક સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સર્વ શ્રેષ્ઠ સુવિધાઓ અને અધતન બેન્ક બનાવવામાં આવેલ છે જેમા સુવિધાઓમા એ ટી એમ મશીન,પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે રીસાઇકલર મશીન,પાસબુક પ્રીટીગના બે મશીનો, ડીજીટલ ઈ કોર્નર સહિત અનેકવિધ સુવિધાઓ સજ્જ આ સ્થળાંતરિત બેન્કનુ ઉદધાટન  જીલ્લા કલેકટર આર જી ગોહિલ, સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જે ડી પરમાર,એસ બી આઈ ના સહાયક મહા પ્રબંધક શશીકુમાર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા,શાખા પ્રબંધક યોગેશ કુમાર,આ. મેનેજર શ્રૃતિબેન પરમાર,એસ બી આઈ એડવોકેટ સુરપાલસિહ ઝાલા,રોહિત સોની, કાન્તા કુમાર સિંહા,પ્રતિક પંડ્યા,જીગર લાડવા, આશિષ ચર્મા,રાજેશ સાહુ સહિત એસ બી આઈ બેન્ક નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા  આ તકે એસ બી આઈ સહાયક મહા પ્રબંધક શશી કુમારે જણાવેલ કે સોમનાથ સમગ્ર દેશ અને દુનિયામાં થી યાત્રિકો આવે છે જેથી કોઈ ને અગવડતા ન પડે અને સારી સુવિધા મળે તેવી કર્મચારીઓ ની માર્ગદર્શન આપેલ હતું

 

(1:24 am IST)