Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

દ્વારકાધીશના નગરમાં હોળીના ફૂલદોલોત્સવને લઈને માનવ મહેરામણ ઉમટી પડ્યું :ભારે ભીડ

ભક્તો ભગવાન સંગે રંગાવા માટે અધીરા :દ્વારકાધીશના મંદિરે જવા કિર્તિસ્તંભ અને 56 સ્વર્ગ સીડીથી એન્ટ્રી

દ્વારકા :  હોળીના ફૂલદોલોત્સવને લઈને ભક્તોની ભારે ભીડ દ્વારકાધીશના નગરમાં ઉમટી પડી છે. લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પણ જગતમંદિરે પહોંચી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં ફૂલદોલોત્સવનું એક અનેરું મહત્ત્વ હોય છે. ત્યારે મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યું છે.

કાળિયા ઠાકરના ધામમાં ભક્તિમય માહોલ જામી ગયો છે. ભાવિકભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દ્વારકામાં લાખ્ખો લોકો દરરોજ દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 3 લાખથી વધુ ભક્તોએ ભગવાન કૃષ્ણના દર્શન કર્યા છે.

 દ્વારકામાં હાલ ફૂલદોલોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભક્તો ભગવાન સંગે રંગાવા માટે અધીરા થઈ ગયા છે. હાલ દ્વારકાધીશના મંદિરે જવા કિર્તિસ્તંભ અને 56 સ્વર્ગ સીડીથી એન્ટ્રી આપવામાં આવે છે.

(12:51 am IST)