Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગારીયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાઝડી સાથે કમોસમી વરસાદ ખાબક્યો

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકોને મોટી નુકસાની.

 ગારીયાધાર શહેરમાં આજે સાંજે 5:00 વાગ્યાના આસપાસ ઘનઘોર વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું જેમાં આ ઘનઘોર વાતાવરણ બાદ વીજળી અને પવનના સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સતત પવન અને વિજળીઓ થતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો વરસાદના કારણે સમગ્ર શહેરના જાહેર માર્ગો પર પાણી નેવા ધાર થઈ હતી.

   જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રૂપાવટી,ડમરાળા, પચ્છેગામ,પરવડી,નવાગામ,સુરનિવાસ આને નાનીવાવડી સહિતના ગામોમાં પણ પવન સાથે વરસાદ ખાબક્યો હતો આ કમોસમી વરસાદના કારણે સમગ્ર પંથકના ખેડૂતોના ઉભા પાકો ચણા,ધાણા,જીરું,ઘઉં અને પશુ માટેની નિરણ સહિતના પાકો ને ભારે નુકસાની થવા પામી હતી. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો હતો.

(12:24 am IST)